ઍર ઇન્ડિયા એક્સપ્રેસની પહેલવહેલી વાર સુરતથી ડાયરેક્ટ બૅન્ગકૉકની ફ્લાઇટને સુરતવાસીઓએ જબરદસ્ત રિસ્પૉન્સ આપ્યો છે.
પૅસેન્જરોએ મુસાફરી દરમ્યાન ૧૫ લીટરથી વધુ આલ્કોહોલિક પીણાં પૂરાં કરી દીધાં હતાં
ઍર ઇન્ડિયા એક્સપ્રેસની પહેલવહેલી વાર સુરતથી ડાયરેક્ટ બૅન્ગકૉકની ફ્લાઇટને સુરતવાસીઓએ જબરદસ્ત રિસ્પૉન્સ આપ્યો છે. શુક્રવારે સુરતથી પહેલી ફ્લાઇટ ઊપડી હતી જે ફુલ બુક થઈ ગઈ હતી. કહેવાય છે કે પૅસેન્જરોએ મુસાફરી દરમ્યાન ૧૫ લીટરથી વધુ આલ્કોહોલિક પીણાં પૂરાં કરી દીધાં હતાં. શિવાઝ રીગલ, બકાર્ડી અને બિઅર બધું મળીને લગભગ ૧.૮ લાખ રૂપિયાનો દારૂ પૅસેન્જરોમાં ખપી ગયો હતો. આખરે ક્રૂ-મેમ્બરોએ બૅન્ગકૉક પહોંચતાં પહેલાં જ અનાઉન્સ કરવું પડ્યું હતું કે તેમનો સ્ટૉક ખતમ થઈ ગયો છે. ચાર કલાકની આ સફરમાં ખાણીપીણીની જ્યાફત પણ થઈ હતી. પૅસેન્જરોએ સાથે લાવેલાં થેપલાં, ખમણ અને પીત્ઝાની ઉજાણી કરી હતી. ૩૦૦ પૅસેન્જરોએ ચાર કલાકમાં ૧૫ લીટર દારૂ અને ખાણીપીણીની ઉજાણી કરી એના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.


