નેચર ઇકોલૉજી ઍન્ડ ઇવૉલ્યુશન નામની જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં બાળહાથીઓને એકબીજાને કેવી ગર્જનાથી બોલાવવા એ શીખવવામાં આવે છે.
હાથીઓ એકબીજાને નામથી બોલાવે છે
જેમ ડૉલ્ફિન એકબીજાને બોલાવવા માટે ખાસ પ્રકારની વ્હિસલ વાપરે છે અને પંખીઓ પણ એકમેક સાથે વાત કરવા માટે ચોક્કસ પ્રકારના અવાજ કાઢે છે એવું જ આફ્રિકન હાથીઓ વચ્ચે પણ થાય છે એવું કેન્યામાં આફ્રિકન હાથીઓ પર સંશોધન કરનારા પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે. હાથીઓએ પણ પોતાના પરિવારના સભ્યોનાં નામ પાડ્યાં હોય છે જેને તેઓ વિવિધ સૂરના અવાજમાં વર્ગીકૃત કરે છે.
આફ્રિકન હાથીઓ નવું બચ્ચું જન્મે એટલે એનું નામકરણ કરે છે અને એ જ નામનો ઉપયોગ કમ્યુનિકેશન માટે કરે છે. નેચર ઇકોલૉજી ઍન્ડ ઇવૉલ્યુશન નામની જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં બાળહાથીઓને એકબીજાને કેવી ગર્જનાથી બોલાવવા એ શીખવવામાં આવે છે.

