Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સૂર્યગ્રહણ સાથે સ્કેટબોર્ડિંગ કરીને કૅમેરામાં કેદ કર્યો અદ્ભુત નજારો

સૂર્યગ્રહણ સાથે સ્કેટબોર્ડિંગ કરીને કૅમેરામાં કેદ કર્યો અદ્ભુત નજારો

Published : 14 August, 2026 02:58 PM | IST | Madrid
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પૅનિશ ઑલિમ્પિક્સ સ્કેટબોર્ડર ડૅની લિયોને સૂર્યગ્રહણની અદ્ભુત ક્ષણનો ઉપયોગ કરીને અનોખો સ્કેટબોર્ડિંગ સ્ટન્ટ કર્યો. ચોક્કસ ટાઇમિંગ અને ઍન્ગલ સાથે કરાયેલો આ ‘ટ્રિક ઑફ લાઇફ’ કૅમેરામાં કેદ થયો.

સૂર્યગ્રહણ સાથે સ્કેટબોર્ડિંગ કરીને કૅમેરામાં કેદ કર્યો અદ્ભુત નજારો

સૂર્યગ્રહણ સાથે સ્કેટબોર્ડિંગ કરીને કૅમેરામાં કેદ કર્યો અદ્ભુત નજારો


સ્પૅનિશ ઑલિમ્પિક્સ સ્કેટબોર્ડર ડૅની લિયોને સૂર્યગ્રહણ દરમ્યાન પર્ફેક્ટ ટાઇમિંગ સાથે શાનદાર સ્ટન્ટ કૅમેરામાં કેદ કર્યો છે. વિડિયોમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળે છે. સૂર્યની આગળ ચંદ્ર આવી ગયો હોવાથી રિન્ગ ઑફ ફાયર ક્રીએટ થાય છે. આ ક્ષણો માંડ એકથી દોઢ મિનિટ જેટલો સમય જ રહે છે. 
આ સમય દરમ્યાન ડૅની લિયોને ચોક્કસ ઍન્ગલ પાસે સ્કેટબોર્ડ માટેનું રૅમ્પ ઊભું રાખીને એ સૂર્યની આગળ આવેલા ચંદ્રના બ્લૅક હોલની સામે સ્કેટબોર્ડિંગ કર્યું હતું. વિડિયોગ્રાફી ટીમે દૂરથી આ સ્ટન્ટને રેકૉર્ડ કરીને પર્ફેક્ટ મોમેન્ટ કૅમેરામાં કેદ કરી હતી. આ સ્ટન્ટને ‘ટ્રિક ઑફ લાઇફ’ કહેવામાં આવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 02:58 PM IST | Madrid | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK