Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગન અને મમ્મી વીણા દેવગને જુહૂનો બંગલો ભાડે આપ્યો, મહિનાનું ભાડું ૧૬ લાખ રુપિયા

અજય દેવગન અને મમ્મી વીણા દેવગને જુહૂનો બંગલો ભાડે આપ્યો, મહિનાનું ભાડું ૧૬ લાખ રુપિયા

Published : 14 August, 2026 03:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ajay Devgn Juhu bungalow lease: અજય દેવગન અને તેમના માતા વીણા દેવગને મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલો પોતાનો ૭,૮૦૩ ચોરસ ફૂટનો વિશાળ બંગલો ૫ વર્ષની મુદત માટે ભાડે આપ્યો; માસિક ભાડું રુપિયા ૧૬ લાખ અને રુપિયા ૯૬ લાખની સિક્યોરિટી ડિપોઝિટ નક્કી કરાઈ

અજય દેવગન માતા વીણા અને પત્ની કાજોલ સાથે (ફાઈલ તસવીર)

અજય દેવગન માતા વીણા અને પત્ની કાજોલ સાથે (ફાઈલ તસવીર)


બોલિવૂડ (Bollywood) અભિનેતા અજય દેવગન (Ajay Devgn) અને તેમના માતા વીણા દેવગન (Veena Devgn) મુંબઈ (Mumbai) ના પોશ વિસ્તાર જુહૂ (Juhu) માં આવેલો પોતાનો સ્વતંત્ર રહેણાંક બંગલો ભાડે આપ્યો છે. રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ `સ્ક્વેર યાર્ડ્સ` (Square Yards) દ્વારા વિશ્લેષણ કરાયેલા પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, ૫ વર્ષના આ લીઝ કરારથી દેવગન પરિવારને તેની સમગ્ર મુદત દરમિયાન કુલ આશરે રુપિયા ૧૦.૬૧ કરોડની ગ્રોસ ભાડાની આવક થશે.

પ્રાઇમ લોકેશન અને પ્રોપર્ટીની વિગતો



દેવગન પરિવાર દ્વારા ભાડે આપવામાં આવેલો (Ajay Devgn Juhu bungalow lease) આ ગ્રાઉન્ડ-પ્લસ-વન (બે માળનો) સ્વતંત્ર બંગલો જુહૂના કપોળ હાઉસિંગ સોસાયટી રોડ પર આવેલો છે, જે ૭,૮૦૩ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા અને આશરે ૮,૪૦૦ ચોરસ ફૂટ બિલ્ટ-અપ એરિયા ધરાવે છે. આ વિસ્તાર અમિતાભ બચ્ચન, ઋતિક રોશન, ધર્મેન્દ્ર અને અક્ષય કુમાર સહિતના જાણીતા ફિલ્મી કલાકારો અને ઉદ્યોગપતિઓના ઘર માટે પ્રખ્યાત છે.


આ બંગલો મુંબઈના પશ્ચિમી ઉપનગરોના મુખ્ય સ્થળો જેવા કે જુહૂ બીચ, JVPD સ્કીમ અને મુખ્ય વ્યાપારી કેન્દ્રોની નજીક આવેલો છે.

નાણાકીય માળખું - ભાડામાં વધારો, ડિપોઝિટ અને મુદત


આ સોદો ૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સત્તાવાર રીતે રજીસ્ટર થયો હતો. કરારમાં વીણા દેવગન અને `દેવગન એન્ટરટેઇનમેન્ટ એન્ડ સોફ્ટવેર લિમિટેડ` મકાનમાલિક તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે નિહારિકા પોદ્દારને ભાડૂઆત તરીકે નામંકિત કરવામાં આવ્યા છે.

૬૦ મહિના (૫ વર્ષ) ના આ લીઝ કરારમાં ક્રમશઃ ભાડા વધારાનું મોડેલ રાખવામાં આવ્યું છે:

૧ થી ૩૬ મહિના: શરૂઆતનું માસિક ભાડું રુપિયા ૧૬ લાખ નક્કી કરવામાં આવ્યું છે.

૩૭ થી ૬૦ મહિના: ભાડામાં ૧૦ ટકા નો વધારો થઈને પ્રતિ માસ રુપિયા ૧૭.૬ લાખ થશે.

કરાર અંતર્ગત, ભાડૂઆતે શરૂઆતના છ મહિનાના ભાડા જેટલી રુપિયા ૯૬ લાખની એડવાન્સ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવી છે. આ સોદા માટે રુપિયા ૨,૮૮,૪૦૦ ની સ્ટેમ્પ ડ્યુટી અને રુપિયા ૧,૦૦૦ ની સ્ટાન્ડર્ડ રજીસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી.

દેવગન પરિવારનું વિસ્તરતો રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો

આ લીઝ સોદો મુંબઈના પ્રાઇમ રિયલ એસ્ટેટ માર્કેટમાં દેવગન પરિવારની સતત સક્રિયતા દર્શાવે છે. ૨૦૨૧ માં, અજય દેવગને તેમના મુખ્ય નિવાસસ્થાન `શિવ શક્તિ` નજીક જુહૂની કપોળ સોસાયટીમાં ૫૯૦ ચોરસ વારનો બંગલો રુપિયા ૪૭.૫ કરોડમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત, ૨૦૨૩ માં અભિનેતાએ અંધેરી વેસ્ટના ઓશિવારામાં પાંચ યુનિટ્સમાં ફેલાયેલી ૧૩,૨૯૩ ચોરસ ફૂટથી વધુની કોમર્શિયલ ઓફિસ સ્પેસ રુપિયા ૪૫ કરોડથી વધુની કિંમતે ખરીદી હતી.

પરિવારની વ્યૂહરચના મુંબઈના પ્રાઇમ વિસ્તારોમાં લક્ઝરી રહેણાંક સંપત્તિઓ ધરાવવાની સાથે સાથે હાઈ-યીલ્ડિંગ વ્યાપારી અને ભાડાની મિલકતો વિકસાવવાની રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK