Pakistan PM Shehbaz Sharifએ ઇસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સિંધુ જળ સંધિને લઇને ભારતને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "સિંધુ નદીના પાણીનું એકેક ટીપું પાકિસ્તાન માટે `રેડ લાઇન` છે.
શહબાઝ શરીફની ફાઇલ તસવીર
આવતીકાલે ભારત તેનો ૮૦મો સ્વતંત્રતાદિવસ ઉજવવાની તૈયારીમાં છે ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે (Pakistan PM Shehbaz Sharif) ભારત સામે ફરી એકવાર ઝેર ઓક્યું છે. તમને જણાવી દઈએ કે ભારત પર કરવામાં આવેલ આંતકવાદી હુમલા બાદ એપ્રિલ ૨૦૨૫માં ભારત દ્વારા `સિંધુ જળ સંધિ` સ્થગિત કરવામાં આવી છે તેનાથી શહબાઝ શરીફને બરાબરનું પેટમાં દુઃખી રહ્યું છે અને તેઓએ ઇસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સિંધુ જળ સંધિને લઇને ભારતને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "સિંધુ નદીના પાણીનું એકેક ટીપું પાકિસ્તાન માટે `રેડ લાઇન` છે. જો ભારત આ પાણીને રોકવાનો પ્રયાસ કરશે તો તેને યોગ્ય અને આકરો જવાબ અપાશે."
તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે, પાકિસ્તાન શાંતિ અને સન્માન ઇચ્છે છે, પરંતુ આ શાંતિપ્રિયતાને પાકિસ્તાનની (Pakistan PM Shehbaz Sharif) નબળાઈ માનવાની ભૂલ ન કરવી જોઈએ. જો કોઈપણ દેશ તેની સાર્વભૌમત્વ અને સુરક્ષાને પડકારશે તો મે ૨૦૨૫ કરતાં પણ વધુ કડક જવાબ આપવામાં આવશે.
ADVERTISEMENT
એક તરફ પાકિસ્તાન સતત આતંકવાદને (Pakistan PM Shehbaz Sharif) શરણું આપે છે અને આતંકીઓને પોષે છે, તો બીજી બાજુ તેના વડા પ્રધાન વિશ્વ સમક્ષ `શાંતિ અને સન્માન`ની વાતો કરી રહ્યા છે. આં જોઈએ તો શહબાઝ શરીફના આ દંભી નિવેદન બાદ વૈશ્વિક સ્તરે તેમની ભારે ફજેતી થઈ રહી છે અને લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે. એક જ ભાષણમાં એક બાજુ શાંતિની વાતો કરવી અને બીજી બાજુ યુદ્ધની ધમકીઓ આપવી, આ પાકિસ્તાનની બેવડી નીતિ છતી કરે છે.
શા માટે ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી હતી?
એપ્રિલ ૨૦૨૫માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં અત્યંત ક્રૂર આતંકવાદી હુમલો (Pakistan PM Shehbaz Sharif) કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકો મોતને ભેટયા હતા. પાકિસ્તાનથી સંચાલિત `લશ્કર-એ-તૈયબા`ના ફ્રન્ટ `ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ` (TRF) દ્વારા આ કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને ખરો પાઠ ભણાવવા માટે ભારતે ૬૦ વર્ષ જૂની સિંધુ જળ સંધિ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી હતી.
પહલગામમાં થયેલ ટેરર અટૅકનો વળતો જવાબ આપતાં ભારતીય સશસ્ત્ર દળોએ ૭ મે ૨૦૨૫ના રોજ `ઓપરેશન સિંદૂર` ચલાવ્યું હતું. આ મિશન અંતર્ગત ભારતે પાકિસ્તાન અને પીઓકે (PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઇંડિયન એર ફોર્સે પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને તેના ઓછામાં ઓછા ૧૧ એરબેઝને નિશાન બનાવીને ઉડાડી નાખ્યા હતા. ૭મે થી ૧૦ મે વચ્ચે બંને દેશો વચ્ચે જબરદસ્ત સૈન્ય સંઘર્ષ થયો હતો, જેનાથી યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, એકમેક પરના પ્રહાર બાદ બંને દેશોએ વાટાઘાટો કરીને આ સંઘર્ષને વિરામ આપ્યો હતો.
શહબાઝ શરીફે (Pakistan PM Shehbaz Sharif) એક તરફ સિંધુ જળ સંધિ અંગે ભારતને ચીમકી આપી છે તો બીજી તરફ તેઓએ પોતાના ભાષણમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ચીનને પણ સંભાર્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલા યુદ્ધના વિરામ બાદ સતત ટ્રમ્પ એવો દાવો કરતાં આવ્યા છે કે આ યુદ્ધ તેમણે જ અટકાવ્યું હતું અને હજારો લોકોના પ્રાણ બચાવ્યા હતા. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે બંને દેશોએ આંતરિક સ્તરે ડાયરેક્ટ ચર્ચા કરીને જ સૈન્ય સંઘર્ષને વિરામ આપ્યો હતો. આ ઉપરાંત શરીફે મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા રહેવા બદલ ચીનનો સુદ્ધાં આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત દ્વારા સિંધુ જળ સંધિ પર રોક લગાવ્યા બાદ પાકિસ્તાનના પેટમાં દુખાવો ઉપડેલો જોવા મળે છે. સતત તેઓ ભારતને ધમકીઓ આપતા રહે છે. હવે આવતીકાલે જ્યારે ભારત દેશ તેનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવવાનો છે તે પહેલા પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલ આ ધમકીભર્યા નિવેદનો અને ઉશ્કેરણી સામે ભારત સરકાર શો જડબાતોડ જવાબ આપે છે તેના પર બધાનું ધ્યાન છે.
