એમાં પાલા બિલ્લી ઉપરાંત સ્નો લેપર્ડ, માર્બલ કૅટ અને ક્લાઉડેડ લેપર્ડ જેવાં રૅર પ્રાણીઓ જોવા મળ્યાં હતાં. આ બિલ્લી લગભગ ૧૬,૦૦૦ મીટરની ઊંચાઈએ જોવા મળી હતી.
પાલા કૅટ
અરુણાચલ પ્રદેશની ઊંચી પહાડીઓમાં અત્યાર સુધી પાલા કૅટ હોવાની વાતો સાંભળી હતી, પરંતુ કોઈએ ક્યારેય ભારતમાં એના દીદાર કર્યા નહોતા. તાજેતરમાં આ બિલ્લીબેન તવાંગના બર્ફીલા પર્વતોમાં જોવા મળ્યાં હતાં. આ બિલાડીની શોધ માટે સઘન વાઇલ્ડલાઇફ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. કૅમેરામાં કેદ થયેલી પાલા કૅટ જોઈને વાઇલ્ડલાઇફના પ્રેમીઓ ખૂબ ઉત્સાહમાં છે, કેમ કે એનાથી સાબિત થાય છે કે અરુણાચલ પ્રદેશનું તવાંગ પૂર્વીય હિમાલય ગ્લોબલ બાયોડાઇવર્સિટીનું હૉટસ્પૉટ છે. વાઇલ્ડલાઇફ ઇન્ડિયાએ અરુણાચલ પ્રદેશનાં જંગલોમાં સર્વે માટે ૪૦૦૦થી ૧૭,૦૦૦ ફુટની ઊંચાઈએ ૮૩ લોકેશનમાં ૧૩૨ કૅમેરા લગાવવામાં આવ્યા હતા. એમાં પાલા બિલ્લી ઉપરાંત સ્નો લેપર્ડ, માર્બલ કૅટ અને ક્લાઉડેડ લેપર્ડ જેવાં રૅર પ્રાણીઓ જોવા મળ્યાં હતાં. આ બિલ્લી લગભગ ૧૬,૦૦૦ મીટરની ઊંચાઈએ જોવા મળી હતી.


