ભાગ્યે જ જોવા મળતી ૩૦ ફુટ લાંબી માછલી પકડાઈ, લોકવાયકા કહે છે કે આવી માછલી મળવી એ ભૂકંપ અથવા સુનામીની સૂચક છે
રૅર ફિશ પકડાઈ
તામિલનાડુના દરિયાકિનારે એક માછીમારની નેટમાં દરિયામાં ખૂબ ઊંડે જોવા મળતી રૅર ફિશ પકડાઈ હતી. આ માછલી ૩૦ ફુટ લાંબી છે. સિલ્વર શાઇનિંગ ધરાવતી અને રિબન જેવી લાંબી આ ફિશનું નામ આમ તો ઓરફિશ છે, પરંતુ સ્થાનિકો એને પ્રલય ફિશ કહે છે. જ્યારે દરિયામાં બહુ મોટી ઊથલપાથલ થવાની હોય ત્યારે જ દરિયામાં ૧૦૦૦ મીટર ઊંડેથી આ માછલીઓ ઉપરના પાણીમાં આવતી હોય છે. જપાન અને ફિલિપીન્સમાં પણ ઓરફિશ દરિયાની સપાટી પર દેખાય એ કુદરતી ડિઝૅસ્ટરની સૂચક છે. તામિલનાડુના માછીમારોએ પકડેલી આ માછલીનો વિડિયો વાઇરલ થતાં સ્થાનિકોમાં એવો ભય ફેલાયો છે કે ક્યાંક ટૂંક સમયમાં જ સુનામી કે ભૂકંપ જેવી કુદરતી આફતો ત્રાટકશે કે શું?


