Ranveer Allahbadia Controversy: રણવીર ઈલાહબાદિયાના `ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટ`માં વિવાદિત જૉક મામલે આશિષ ચંચલાની 4 કલાકની પોલીસ પૂછપરછમાં ફસાઈ ગયો. ઈમોશનલ વીડિયો દ્વારા ફેન્સને સમર્થન માટે અપીલ કરી.
યૂટ્યૂબર આશિષ ચંચલાનીએ પોસ્ટ કર્યો ભાવુક વિડીઓ (તસ્વીર: સોશિયલ મીડિયા)
યૂટ્યૂબર આશિષ ચંચલાની એક વિવાદમાં ફસાયો છે, જેના કારણે તેણે ફૅન્સની સમર્થનની અપીલ કરી છે. આ શો દરમિયાન કરાયેલા એક અશ્લીલ જોકના કારણે આ વિવાદ સર્જાયો છે, જેમાં જોકે આશિષ ચંચલાનીનો કોઈ સીધો સંબંધ નહોતો, પરંતુ શોનો ભાગ હોવાને કારણે તેને પણ આ મામલાનો સામનો કરવો પડ્યો.
વિવાદમાં ફસાયેલા આશિષ ચંચલાની, ફેન્સને સપોર્ટ માટે કહ્યું
કૉમેડિયન સમય રૈનાના શો `ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટ`માં યૂટ્યૂબર આશિષ ચંચલાની પૅનલિસ્ટ તરીકે હાજર હતો. આ શોના એક ઍપિસોડમાં, રણવીર અલાહબાદિયાએ એક વિવાદિત ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીના કારણે શોમાં હાજર બાકી તમામ પૅનલિસ્ટ પણ વિવાદમાં આવી ગયા. આ મામલાના કારણે આશિષ ચંચલાનીને મુંબઈ અને આસામ, બન્ને જગ્યાએ પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું.
ADVERTISEMENT
View this post on Instagram
આશિષ ચંચલાનીએ શૅર કર્યો ઈમોશનલ વીડિયો
આ મામલે પોતાનું મૌન તોડી, આશિષ ચંચલાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં તેણે કહ્યું, "સમજાતું નથી કે શું કહું. હું આવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીશ. મેં પહેલા પણ આવી મુશ્કેલીઓ જોઈ છે અને આમાંથી પણ કંઈક શીખીશ. હું ફક્ત ઈચ્છું છું કે મને અને મારા પરિવારને તમારી પ્રાર્થનાઓમાં યાદ રાખજો." આશિષ ચંચલાનીના આ શબ્દો અને તેની આંખોમાં દેખાતા દુઃખને જોઈને ફૅન્સ પણ ભાવુક થઈ ગયા છે. આ વીડિયો પર ફૅન્સે ચંચલાનીને સમર્થન આપતા કમેન્ટ્સ કરી છે.
પોલીસ પૂછપરછ અને 4 કલાક સુધી તપાસ
તાજેતરમાં, ચંચલાની પોલીસ સ્ટેશનના ચક્કર મારતા જોવા મળ્યો હતો. શો અંગે તેની કડક પૂછપરછ કરવામાં આવી. આશિષ ચંચલાનીની કોઈ ભૂલ નહોવા છતાં, પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી. શોના ફૉર્મેટ, સ્ક્રિપ્ટ અને મજૂરીના પૈસા ચૂકવવાની પ્રક્રિયા સહિત અનેક મુદ્દાઓ પર 4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. ટિપ્પણી ન કરવા છતાં, શોના ભાગ રૂપે હાજર હોવાથી તેને પણ આ તપાસ માટે હાજર રહેવું પડ્યું. આ તપાસ અને વિવાદના કારણે તે ખૂબ જ હેરાન થઈ ગયો છે.
વિવાદાસ્પદ ટિપ્પણી અને તેના પરિણામો
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે `ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ` શોના એક ઍપિસોડમાં રણવીર અલાહબાદિયાએ એક કન્ટેસ્ટન્ટને પુછ્યું કે, "શું તમે જીવનભર તમારા માતા-પિતાને રોજ ઈન્ટીમેટ થતું જોવું પસંદ કરશો કે એક વાર તેમાં સામેલ થઈને તેને હંમેશા માટે બંધ કરાવી દેશો?" આ અભદ્ર જોકનો વીડિયો વાયરલ થતાં, લોકોને ખૂબ ગુસ્સો આવ્યો અને આ વિરુદ્ધ કેસ નોંધાયો. આ વિવાદમાં આશિષ ચંચલાનીની કોઈ ભૂલ નહોતી જેથી ફૅન્સ તેને સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેનું સમર્થન કરી રહ્યા છે.


