કિસ્મત ક્યારે અને કેવી રીતે બદલાઈ જશે એ કોઈ નથી જાણતું. હજી થોડા દિવસ પહેલાં સુધી ૫૦૦-૧૦૦૦ રૂપિયા માટે દોસ્તો પાસે હાથ ફેલાવતો શાકભાજીવાળો રોડપતિ બની રાતોરાત કગયો.
શાકભાજીવાળો બન્યો કરોડપતિ
કિસ્મત ક્યારે અને કેવી રીતે બદલાઈ જશે એ કોઈ નથી જાણતું. હજી થોડા દિવસ પહેલાં સુધી ૫૦૦-૧૦૦૦ રૂપિયા માટે દોસ્તો પાસે હાથ ફેલાવતો શાકભાજીવાળો રોડપતિ બની રાતોરાત કગયો. વાત એમ છે કે રાજસ્થાનના શાકભાજી વેચનારા અમિત સેહરા નામના ભાઈને પંજાબમાં ૧૧ કરોડ રૂપિયાની લૉટરી લાગી છે. નવાઈની વાત એ છે કે પંજાબના ચંડીગઢ ફરવા ગયેલા અમિતે જિંદગીમાં પહેલી વાર લૉટરીની ટિકિટ ખરીદેલી. એ માટે પણ તેની પાસે પૈસા નહોતા. અમિતે દોસ્ત પાસેથી ૧૦૦૦ રૂપિયા ઉધાર લઈને ટિકિટ ખરીદેલી. પંજાબ સરકાર તરફથી સંચાલિત આ લૉટરીમાં દિવાળીનું બમ્પર પ્રાઇઝ હતું ૧૧ કરોડ રૂપિયા. આ પ્રાઇઝ લાગ્યું ૩૨ વર્ષના અમિત સેહરાને. તે દોસ્તને મળવા મોગા ગયેલો ત્યારે બે ટિકિટ ખરીદેલી. એક ટિકિટ પત્નીના નામે અને એક પોતાના નામે ખરીદેલી. પત્નીના નામે ખરીદેલી ટિકિટમાં ૧૦૦૦ રૂપિયા લાગ્યા, જ્યારે તેના નામે ખરીદેલી ટિકિટે અમિતનું જીવન બદલી નાખ્યું.
જોકે જ્યારે તેને ખબર પડી કે લૉટરી લાગી છે ત્યારે એ ઇનામ લેવા પંજાબ જવા માટેના પૈસા પણ તેની પાસે નહોતા. અગેઇન એ માટે પણ તેણે પોતાના દોસ્ત પાસેથી જ ઉધાર લીધા હતા. જૅકપૉટ જીત્યા પછી અમિતનું કહેવું છે કે તે પોતાને મદદ કરનારા દોસ્તની બે દીકરીઓને આ રકમમાંથી ૫૦-૫૦ લાખ રૂપિયા આપવા માગે છે. બાકીની રકમ પોતાનાં સંતાનોને ભણાવવા અને સારું જીવન આપવા માટે વાપરશે.


