Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગાયને પહેરાવ્યાં ૨૪ લાખ રૂપિયાનાં ઘરેણાં, એના માટે બની રહ્યું છે બે માળનું ઘર

ગાયને પહેરાવ્યાં ૨૪ લાખ રૂપિયાનાં ઘરેણાં, એના માટે બની રહ્યું છે બે માળનું ઘર

Published : 02 August, 2026 01:07 PM | IST | Jalore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાનના એક ઉદ્યોગપતિએ પોતાની પ્રિય ગાય ‘રાધા’ માટે આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે બે માળનું ‘રાધા મહેલ’ બનાવવાનું શરૂ કર્યું છે. ગાયને પરિવારના સભ્યની જેમ રાખવાની તેમની અનોખી કહાની ચર્ચામાં છે.

ગાયને પહેરાવ્યાં ૨૪ લાખ રૂપિયાનાં ઘરેણાં, એના માટે બની રહ્યું છે બે માળનું ઘર

ગાયને પહેરાવ્યાં ૨૪ લાખ રૂપિયાનાં ઘરેણાં, એના માટે બની રહ્યું છે બે માળનું ઘર


રાજસ્થાનમાં એક એવી ગાય છે જેને એનો માલિક ખૂબ જ પ્રેમથી રાખે છે. રાધા નામની આ ગાય ખૂબ ભાગ્યશાળી છે. ઝાલોરના બિઝનેસમૅન નરેન્દ્ર પુરોહિત એને પરિવારનો જ હિસ્સો માને છે. તેમનું કહેવું છે કે રાધાના આગમન પછી તેમનું નસીબ ચમકી ગયું છે. જેણે પોતાનું નસીબ ચમકાવ્યું એના માટે નરેન્દ્ર પુરોહિતે ખાસ વ્યવસ્થાઓ કરી છે. ગાયના રહેવા માટે બે માળનું ઘર પણ તેઓ બનાવી રહ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રાધા આરામથી હરીફરી શકે અને ખાઈપી શકે એવી વ્યવસ્થા છે. તેનાં દર્શન કરવા આવનારા લોકો માટે પણ અહીં વ્યવસ્થા છે. ખાસ તહેવારો પર રાધાને તેઓ ૧૦ કિલો ચાંદીનાં ઘરેણાં પહેરાવે છે અને બારીક ગૂંથણીકામ કરેલી અવનવી ચૂંદડીઓ પણ ખાસ કારીગરો પાસે બનાવડાવે છે. 
નરેન્દ્ર પુરોહિતનું કહેવું છે કે જ્યારે તેમના ઘરે રાધાનાં પગલાં થયાં ત્યારે તેઓ માત્ર ૧૫૦૦ રૂપિયાની નોકરી કરતા હતા. રાધાના આવ્યા પછી તેમણે બિઝનેસ શરૂ કર્યો અને એ રાતે ન વધે એટલે દિવસે વધવા લાગ્યો. હવે તેઓ રેલવે માટે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. હવે પરિવારજનો રોજ રાધાની પૂજા કરે છે. બે માળનું જે ઘર બની રહ્યું છે એનો ખર્ચ લગભગ ૧ કરોડ રૂપિયા જેટલો છે અને એને નામ અપાયું છે રાધા મહલ.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 01:07 PM IST | Jalore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK