Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભારતીય ડિઝાઇનરે પૅરિસ ફૅશન વીકમાં ઉતારી ૨૦૦૦ વર્ષ જૂની દેવીઓ

ભારતીય ડિઝાઇનરે પૅરિસ ફૅશન વીકમાં ઉતારી ૨૦૦૦ વર્ષ જૂની દેવીઓ

Published : 10 July, 2026 10:41 AM | IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવા ટ્રેન્ડને બદલે ઇતિહાસનાં પાનાં ઊથલાવ્યાં અને એમાંથી જે કલેક્શન તૈયાર થયું એ બિલકુલ ટાઇમ-ટ્રાવેલ જેવો અનુભવ આપતું હતું

રાહુલ મિશ્રાના ‘દેવીઃ ધ ઇટર્નલ મ્યુઝ’ નામના નવા વિન્ટર ક્લેશનમાં પૅરિસના રૅમ્પ પર ભારતની જૂની દેવીની મૂર્તિઓ ચાલતી હોય એવો નજારો લાગતો હતો

અજબ ગજબ

રાહુલ મિશ્રાના ‘દેવીઃ ધ ઇટર્નલ મ્યુઝ’ નામના નવા વિન્ટર ક્લેશનમાં પૅરિસના રૅમ્પ પર ભારતની જૂની દેવીની મૂર્તિઓ ચાલતી હોય એવો નજારો લાગતો હતો


તાજેતરમાં પૅરિસમાં ચાલી રહેલા પૅરિસ ફૅશન વીક ૨૦૨૬માં એક વાર ફરીથી ભારતીય ફૅશન-ડિઝાઇનરે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. રાહુલ મિશ્રા નામના એક ડિઝાઇનરે ભારતની પુરાતત્ત્વ કળા અને સંસ્કૃતિનો જાદુ વેરતું કલેક્શન રજૂ કર્યું હતું. આ કલેક્શનમાં મૉડલ્સ જાણે ૨૦૦૦ વર્ષ જૂની દેવીઓ હોય એવું દેખાતું હતું. રાહુલ મિશ્રાના ‘દેવીઃ ધ ઇટર્નલ મ્યુઝ’ નામના નવા વિન્ટર ક્લેશનમાં પૅરિસના રૅમ્પ પર ભારતની જૂની દેવીની મૂર્તિઓ ચાલતી હોય એવો નજારો લાગતો હતો. ફૅશન વીકમાં માત્ર સારાં કપડાંની ડિઝાઇન પ્રેઝન્ટ કરવાની વાત નથી, એ કપડાં થકી કહાની પણ કહેવામાં આવે છે. આ કલેક્શન તૈયાર કરવા માટે રાહુલ મિશ્રાએ કોઈ નવા ફૅશન-ટ્રેન્ડનો સહારો નહોતો લીધો. તેમણે નવા ટ્રેન્ડને બદલે ઇતિહાસનાં પાનાં ઊથલાવ્યાં અને એમાંથી જે કલેક્શન તૈયાર થયું એ બિલકુલ ટાઇમ-ટ્રાવેલ જેવો અનુભવ આપતું હતું.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 10:41 AM IST | Paris | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK