Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ક્લાસરૂમ સ્વિમિંગ-પૂલ બની જતાં બળબળતી ગરમીમાં વિદ્યાર્થીઓને મોજ પડી ગઈ

ક્લાસરૂમ સ્વિમિંગ-પૂલ બની જતાં બળબળતી ગરમીમાં વિદ્યાર્થીઓને મોજ પડી ગઈ

01 May, 2024 08:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કનૌજના મહસૌનાપુર ગામની પ્રાથમિક શાળામાં બાળકોને ગરમીથી રાહત મળે એ માટે એક ક્લાસરૂમને સ્વિમિંગ-પૂલ બનાવી દેવામાં આવ્યો હતો

કનૌજના મહસૌનાપુર ગામની પ્રાથમિક શાળા

અજબ ગજબ

કનૌજના મહસૌનાપુર ગામની પ્રાથમિક શાળા


ઉનાળાની બળબળતી ગરમીમાં બાળકો માટે સ્કૂલ જવું એ ગણિતનો કોઈ દાખલો સૉલ્વ કરવા કરતાં અઘરું કામ હોય છે. જોકે ઉત્તર પ્રદેશની એક સ્કૂલમાં હીટવેવને લીધે વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં સ્ટાફે એવું પગલું લીધું કે બાળકો હોંશે-હોંશે ભણવા આવવા લાગ્યાં. કનૌજના મહસૌનાપુર ગામની પ્રાથમિક શાળામાં બાળકોને ગરમીથી રાહત મળે એ માટે એક ક્લાસરૂમને સ્વિમિંગ-પૂલ બનાવી દેવામાં આવ્યો હતો. આ સ્કૂલનો વિડિયો પણ આવ્યો છે જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બે ફુટ ઊંડા પાણીમાં આનંદ કરી રહ્યા છે. શાળાના આચાર્યએ કહ્યું કે ‘૪૦ ડિગ્રી તાપમાનમાં બાળકો સ્કૂલ આવવાનું ટાળી રહ્યાં છે. જોકે એક ક્લાસરૂમને પાણીથી ભરવામાં આવતાં તેઓ હવે અભ્યાસ સાથે સ્વિમિંગની મજા પણ લઈ રહ્યાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK