એક નમૂનો પ્રયાગરાજના પંડાલનો જ જોઈ લો. બહારથી ફાઇટર જેટ તેજસની પ્રતિકૃતિ જેવો દેખાતો આ પંડાલ છે જેમાં મા દુર્ગા બિરાજમાન છે.
પ્રયાગરાજના પંડાલ
દુર્ગાના પંડાલ હવે કલકત્તા ઉપરાંત દેશભરમાં પણ ક્રીએટિવ સ્વરૂપ લઈ રહ્યાં છે એનો એક નમૂનો પ્રયાગરાજના પંડાલનો જ જોઈ લો. બહારથી ફાઇટર જેટ તેજસની પ્રતિકૃતિ જેવો દેખાતો આ પંડાલ છે જેમાં મા દુર્ગા બિરાજમાન છે.
બોલો, જય મહાકાળી
ADVERTISEMENT

ગઈ કાલે નવરાત્રિનો સાતમો દિવસ હતો જે મા દુર્ગાના સ્વરૂપ કાલરાત્રિ માનો દિવસ ગણાય છે. ભોપાલમાં નવરાત્રિના એક કાર્યક્રમમાં એક કલાકારે સાક્ષાત મહાકાલીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જે જાજરમાન અને ભયાનક બન્ને લાગતું હતું. એક કરતાં વધુ માથા અને હાથવાળા ભારેખમ કૉસ્ચ્યુમ સાથે આર્ટિસ્ટે પગપાળા ચાલીને ભોપાલના રસ્તાઓ પર દર્શન આપ્યાં હતાં.
Navratri 2024: મધ્ય પ્રદેશના સાગર ગામની સંજય અને શ્યામ નામની બે વ્યક્તિઓ સાથે જ જયપુર જવા નીકળી હતી. જોકે બન્નેએ સાગર રેલવે-સ્ટેશન પરથી એક જ ટ્રેનની જયપુરની જે ટિકિટ ખરીદી હતી એમાં તેમની પાસેથી જુદું ભાડું વસૂલવામાં આવેલું. એક પાસેથી ૧૮૦ રૂપિયા અને બીજા પાસેથી ૨૦૫ રૂપિયા લેવામાં આવ્યા હતા. તેમણે ફરિયાદ કરતાં રેલવે હવે તપાસ કરી રહી છે.


