૬ મીટર ઊંચા એક પૂતળા પાસે લોકોએ પ્લાસ્ટિકના કચરાનો ઢેર કરીને આ બાબતે લોકોનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે.
જીનીવા
આખી દુનિયા વન-ટાઇમ યુઝ્ડ પ્લાસ્ટિકના યોગ્ય નિકાલની સમસ્યાથી ઝૂઝી રહી છે. સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં આવેલા યુનાઇટેડ નેશન્સના હેડક્વૉર્ટરમાં આજથી ૧૪ ઑગસ્ટ સુધી વિશ્વભરના પ્રતિનિધિઓ પ્લાસ્ટિકના પ્રદૂષણ મુદ્દે વૈશ્વિક ચર્ચા કરવાના છે ત્યારે આ હેડક્વૉર્ટર પાસે મૂકવામાં આવેલા ૬ મીટર ઊંચા એક પૂતળા પાસે લોકોએ પ્લાસ્ટિકના કચરાનો ઢેર કરીને આ બાબતે લોકોનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે.


