ચીનના શેડોંગ પ્રાંતમાં રહેતો એક માણસ ગંભીર બીમાર હતો અને હૉસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. તબિયત ખરાબ હતી એટલે એ માણસના જ બૅન્ક-ખાતામાંથી પૈસા ઉપાડવાના હતા અને એ માટે બૅન્કમાં એ માણસની આઇડેન્ટિટી પ્રોસેસ કરવાની હતી.
હૉસ્પિટલમાંથી સ્ટ્રેચર પર તેને બૅન્કમાં લાવવો પડ્યો હતો.
ચીનના શેડોંગ પ્રાંતમાં રહેતો એક માણસ ગંભીર બીમાર હતો અને હૉસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. તબિયત ખરાબ હતી એટલે એ માણસના જ બૅન્ક-ખાતામાંથી પૈસા ઉપાડવાના હતા અને એ માટે બૅન્કમાં એ માણસની આઇડેન્ટિટી પ્રોસેસ કરવાની હતી. તેના પરિવારે બૅન્કમાં રજૂઆત કરી કે તે અતિશય બીમાર છે અને હૉસ્પિટલમાં છે. હૉસ્પિટલનાં કેસપેપર્સ પણ બતાવ્યાં છતાં બૅન્કનો મૅનેજર ટસનો મસ ન થયો. એ માણસને બૅન્કમાં લાવવો જ પડશે એવી એક જ જીદ પકડી રાખી હતી. એ માણસ પોતાની મેળે ચાલી શકે એમ નથી એવું કહ્યું તો પણ મૅનેજરે જડ વલણ ન છોડ્યું. હૉસ્પિટલની ઍમ્બ્યુલન્સ માત્ર દરદીઓને લાવવા-લઈ જવા માટે જ વપરાતી હતી અને આ પરિવારને પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સનો ખર્ચ પરવડે એમ નહોતો. એટલે હૉસ્પિટલમાંથી સ્ટ્રેચર જ તેને બૅન્કમાં લાવવો પડ્યો હતો.




