પેરન્ટ્સનું માનવું હતું કે ACની સુવિધાનો ખર્ચ મૅનેજમેન્ટે પોતાના ફન્ડમાંથી આપવો જોઈએ.
લાઇફ મસાલા
દિલ્હી હાઈ કોર્ટ
દિલ્હીની એક સ્કૂલે વિદ્યાર્થીઓને ઍર કન્ડિશન (AC)ની સુવિધા માટે પેરન્ટ્સ પાસેથી મહિને ૨૦૦૦ રૂપિયાનો એક્સ્ટ્રા ચાર્જ વસૂલ્યો હતો. સ્કૂલના આ નિર્ણય સામે પેરન્ટ્સે દિલ્હી હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે હાઈ કોર્ટે સ્કૂલની ફેવરમાં ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે ACની સુવિધા વિદ્યાર્થીઓ માટે હોવાથી લૅબોરેટરી ફીની જેમ એનો ખર્ચ પણ વાલીઓએ જ ભોગવવો જોઈએ. પેરન્ટ્સનું માનવું હતું કે ACની સુવિધાનો ખર્ચ મૅનેજમેન્ટે પોતાના ફન્ડમાંથી આપવો જોઈએ. જોકે હાઈ કોર્ટે તેમની દલીલ સ્વીકારી નહોતી.