Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આખા શરીરે લકવો થઈ ગયેલો, દરદીએ મગજથી ચાલતી વ્હીલચૅર બનાવી દીધી

આખા શરીરે લકવો થઈ ગયેલો, દરદીએ મગજથી ચાલતી વ્હીલચૅર બનાવી દીધી

Published : 03 August, 2026 05:14 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના વાંગ નિંગે પેરાલિસિસ પછી હાર માનવાને બદલે AIની મદદથી એવી સ્માર્ટ વ્હીલચેર બનાવી છે જે મગજ અને ચહેરાના સ્નાયુઓના સંકેતોથી ચાલે છે. હવે તે વ્હીલચેર પરથી જ ઘરના લાઇટ, AC અને અન્ય ઉપકરણો પણ નિયંત્રિત કરી શકે છે.

આખા શરીરે લકવો થઈ ગયેલો, દરદીએ મગજથી ચાલતી વ્હીલચૅર બનાવી દીધી

આખા શરીરે લકવો થઈ ગયેલો, દરદીએ મગજથી ચાલતી વ્હીલચૅર બનાવી દીધી


શરીરનાં ચારેય અંગો જ્યારે લકવાગ્રસ્ત થઈ જાય એ પછી ભલભલા લોકો ડિપ્રેશનમાં સરી પડે. જોકે ચીનના વાંગ નિંગ નામના ભાઈએ પૅરૅલિસિસના અટૅક પછી પોતે જાતે વાપરી શકે એવી વ્હીલચૅર તૈયાર કરી દીધી. તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને પત્નીની મદદથી ૪૮ કલાકમાં વ્હીલચૅરનો પ્રોટોટાઇપ તૈયાર કરી દીધો. પહેલાં તો તેણે પથારીમાં પડ્યે-પડ્યે AI શીખવાનું શરૂ કર્યું. એ પછી ઇન્ટરનેટ, AI અને બ્રેઇન ટેક્નૉલૉજીનો સમન્વય કર્યો. પત્ની સાથે મળીને તેણે એવી વ્હીલચૅર તૈયાર કરી છે જે દિમાગ અને ચહેરાના મસલ્સના સંકેતો દ્વારા ચાલી શકે છે. વાંગે આ સિસ્ટમને વધુ બહેતર બનાવવા માટે વ્હીલચૅરની સાથે ઘરની લાઇટ, કૅમેરા, ઍર-કન્ડિશનર જેવાં રૂટીન ઉપયોગમાં આવતાં ઉપકરણો પણ જોડી દીધાં છે એટલે વ્હીલચૅર પર બેસીને તે લાઇટ-પંખો પણ કન્ટ્રોલ કરી શકે છે. વાંગ નિંગને ૨૦૨૦માં પૅરૅલિસિસ થયો હતો કેમ કે તેને કરોડરજ્જુમાં ગાંઠ થઈ હતી. સર્જરી કરવાથી ફાયદો થવાને બદલે નુકસાન થયું અને આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું. એક સમયે તે માત્ર આંખોના પલકારા જ મારી શકે એમ હતો. એમ છતાં પત્નીની મદદથી તેણે આંખો, ચહેરાના સ્નાયુઓ અને ગરદનનું હલનચલન પાછું મેળવ્યું છે અને અવનવી શોધ કરીને જાતે ઇન્ડિપેન્ડન્ટ થવાનો પ્રયત્ન કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2026 05:14 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK