Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકામાં નરકના મેયર બનવાની ઑફર આપી છે આ ભાઈએ

અમેરિકામાં નરકના મેયર બનવાની ઑફર આપી છે આ ભાઈએ

05 October, 2020 07:31 AM IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકામાં નરકના મેયર બનવાની ઑફર આપી છે આ ભાઈએ

નરકના મેયર બનવાની ઑફર આપી છે આ ભાઈએ

નરકના મેયર બનવાની ઑફર આપી છે આ ભાઈએ


અમેરિકાના મિશિગન સ્ટેટમાં HELL નામે નાનકડું નગર છે અને જૉન કોલોન નામનો એક સ્થાનિક માણસ આપમેળે એ નગરનો મેયર બની બેઠો છે. નગરના નામનો અર્થ થાય છે નરક, પણ એમાં કોઈ નરક જેવા અનુભવો નથી થતા. જુદા કારણસર અને જુદા અર્થમાં એ નગરનું ચોક્કસ પ્રકારનું નામ પાડવામાં આવ્યું છે. આ નગરમાં હજી સત્તાવાર રીતે મેયરની નિમણૂકની જોગવાઈ કરવામાં આવી નથી. એવા સમયે જૉનભાઈ જાતે બની બેઠેલા મેયર છે. આ ભાઈએ તો અન્યોને પણ ટૂંકા ગાળા માટે HELLનું મેયરપદ ઑફર કર્યું છે અને સાથે હેલોવીન પાર્ટીઝ માટે પોતાનું ઘર પણ ભાડે આપે છે. એથી મહેમાનોને થોડા દિવસો કે મહિના માટે મેયરપદ ઑફર કરવામાં આવે છે. નગરના પ્રવેશ તથા અન્ય સ્થળો પર હેલોવીન થીમને અનુકૂળ આવે એવા ગૉથિક આર્ટનાં બાંધકામો જોવા મળે છે. એક રાતના ૩૧ ડૉલર (અંદાજે ૨૩૦૦ રૂપિયા)ના ભાડા પર ત્રણ રાતના સ્ટે સાથે મેયરસાહેબનું ઘર ૧૪ ઑક્ટોબરથી હેલોવીન પાર્ટી માટે ઉપલબ્ધ છે. જોકે આ ઑફર પણ મિશિગન સ્ટેટના રહેવાસી અને જૉન કોલોનના પરિવાર કે પરિચિત લોકોને માટે જ છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2020 07:31 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK