આ મહિલા ૧ ફેબ્રુઆરીએ બનેલી આગની દુર્ઘટનામાં ૫૦ ટકા દાઝી ગઈ હતી જેથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સ્મશાનની તસવીર
ઓડિશાની બાવન વર્ષની એક મહિલાને મૃત્યુ પામેલી માનીને તેને અગ્નિદાહ માટે સ્મશાન લઈ જવાઈ હતી. જોકે તેની ચિતા સળગે એ પહેલાં તેણે આંખો ખોલી હતી. આ ઘટના ગંજમના બેરહામપુર શહેરમાં બની હતી. આ મહિલા ૧ ફેબ્રુઆરીએ બનેલી આગની દુર્ઘટનામાં ૫૦ ટકા દાઝી ગઈ હતી જેથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ જ્યારે તેને અન્ય હૉસ્પિટલમાં રેફર કરી ત્યારે તેનો પતિ પૈસાની તંગી હોવાને કારણે મહિલાને ઘરે લઈ ગયો હતો. ૧૨ ફેબ્રુઆરીએ મહિલાએ આંખો ન ખોલતાં તેના પતિએ તેને મૃત્યુ પામેલી માની લીધી હતી. તે ડૉક્ટરની સલાહ કે ડેથ સર્ટિફિકેટ મેળવ્યા વગર પત્નીને સ્મશાન લઈ ગયો હતો. મહિલાના અંતિમ સંસ્કારની તૈયારી થઈ રહી હતી ત્યાં જ તેણે આંખો ખોલી હતી! સ્થાનિક કૉર્પોરેટરને જાણ કર્યા બાદ મહિલાને એ જ શબવાહિનીમાં ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.


