Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટૂ-વ્હીલર પર ટ્રિપલ સીટ, રૉન્ગ સાઇડ, સામેથી આવતી ટ્રક સાથે જોરદાર ટક્કર

ટૂ-વ્હીલર પર ટ્રિપલ સીટ, રૉન્ગ સાઇડ, સામેથી આવતી ટ્રક સાથે જોરદાર ટક્કર

Published : 08 February, 2026 07:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અકસ્માતમાં ઘવાયેલા એક યુવાને આખરે દમ તોડ્યો, સ્કૂટર ચલાવતા યુવક સામે પોલીસે નોંધી ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘાટકોપર-વેસ્ટના અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ પર શ્રેયસ સિનેમા નજીક ૨૮ જાન્યુઆરીએ રાતે થયેલા અકસ્માતમાં ઘાયલ થયેલા ૨૦ વર્ષના મંથન ભાલેરાવનું ગુરુવારે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ મામલે ઘાટકોપર પોલીસે બાઇક ચલાવનાર નીતિન પટવા સામે ફરિયાદ નોંધીને તેની અટકાયત કરી છે. ૨૮ જાન્યુઆરીએ રાતે ૧૦ વાગ્યે નીતિન પટવા, મંથન ભાલેરાવ અને ચેતન શર્મા એક જ બાઇક પર ટ્રિપલ સીટ બાઇક ચલાવીને વિરુદ્ધ દિશામાં પૂરપાટ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી ટ્રક સાથે અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મંથનને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે બાકીના બે મિત્રોને સામાન્ય ઈજા થઈ હતી.

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણે મિત્રો સ્કૂટર પર ટ્રિપલ સવારીમાં વિરુદ્ધ દિશામાં પૂરપાટ જઈ રહ્યા હતા ત્યારે સામેની તરફથી આવી રહેલી ટ્રક સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે વચ્ચે બેસેલા મંથનને સૌથી વધુ ઈજા થઈ હતી અને તે દૂર ફેંકાયો હતો. અકસ્માત બાદ ટ્રકચાલકે તાત્કાલિક પોલીસ કન્ટ્રોલ-રૂમને જાણ કરી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં મંથનની હાલત ગંભીર હોવાથી તેને પછી KEM હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ગુરુવારે સારવાર દરમ્યાન તેણે દમ તોડ્યો હતો. તપાસ દરમ્યાન ટ્રકચાલકની કોઈ ભૂલ સામે આવી નથી. ટ્રક યોગ્ય લેનમાં હતી અને અકસ્માત બાદ તરત તેણે પોલીસને જાણ કરી હતી. તપાસના આધારે સ્કૂટર ચલાવી રહેલા નીતિન પટવા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેના પર ટ્રિપલ સવારી કરવાનો તથા વિરુદ્ધ દિશામાં ઝડપથી વાહન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK