Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકલના લેડીઝ ડબ્બામાં ચડી ગયો બુરખાધારી પુરુષ

લોકલના લેડીઝ ડબ્બામાં ચડી ગયો બુરખાધારી પુરુષ

Published : 08 February, 2026 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાઓને ખબર પડી ગઈ એટલે ઘાટકોપર સ્ટેશન પર ઊતરીને ભાગી ગયો

લોકલ ટ્રેનમાં બુરખામાં પુરુષ આરોપી.

લોકલ ટ્રેનમાં બુરખામાં પુરુષ આરોપી.


ઘાટકોપર સ્ટેશન નજીક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) લોકલમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી એક ચિંતાજનક ઘટના શુક્રવારે સવારે સામે આવી હતી. CSMT ફાસ્ટ લોકલમાં ભીડનો લાભ લઈને એક પુરુષ બુરખો પહેરીને મહિલાઓના ડબ્બામાં પ્રવેશી ગયો હતો. આ ઘટના સવારના વ્યસ્ત સમયગાળા દરમ્યાન બની હતી. શરૂઆતમાં કોઈને શંકા નહોતી ગઈ, પરંતુ મુસાફરી દરમ્યાન તેની હલચલ શંકાસ્પદ લાગતાં કેટલીક મહિલાઓએ ધ્યાન આપ્યું હતું. ત્યાર બાદ તે પુરુષ હોવાનું સ્પષ્ટ થતાં મહિલાઓમાં ભય અને ગભરાટ ફેલાયો હતો જેનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ ઘટના બાદ તરત મહિલાઓએ રેલવે હેલ્પલાઇનને માહિતી આપતાં આરોપી ઘાટકોપર સ્ટેશન પર ટ્રેન સ્લો થતાં ટ્રેનમાંથી કૂદી ફરાર થઈ ગયો હતો. આરોપી સામે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ફરિયાદ નોંધીને એની તપાસ શરૂ કરી છે. આરોપીને શોધવા માટે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ પણ વિવિધ માધ્યમથી તપાસ શરૂ કરી છે.
કુર્લા GRPએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ પૂરો બુરખો પહેરીને પોતાને મહિલા તરીકે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકલમાં ભારે ભીડ હોવાથી શરૂઆતમાં કોઈને શંકા નહોતી ગઈ, પરંતુ કેટલીક મહિલાઓને તેની હરકતો દેખાતાં તેમણે એકબીજાને ચેતવણી આપી હતી. તે પુરુષ હોવાનું બહાર આવતાં જ મહિલાઓએ તાત્કાલિક રેલવે કન્ટ્રોલને જાણ કરી હતી એટલે GRP અને RPFની ટીમો ઘાટકોપર સ્ટેશન પર પહોંચી હતી, પરંતુ આરોપી એ પહેલાં જ ટ્રેનમાંથી કૂદીને ભાગી ગયો હતો. પરિણામે તાત્કાલિક તેની ધરપકડ શક્ય બની નહોતી. આરોપીને શોધવા સ્ટેશન પરના તથા લોકલ કોચના ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીની ઓળખ કરવા અને તેને પકડવા માટે વિશેષ ટીમો રચવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK