તેમણે એના ફોટોગ્રાફ્સ ટ્વિટર પર શૅર કર્યા છે
સૅન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ગણેશ ચતુર્થી નિમિત્તે ઓડિશાના પુરી બીચ પર બનાવેલું ભગવાન શ્રીગણેશનું ભવ્ય સૅન્ડ સ્ક્લ્પ્ચર
ખ્યાતનામ સૅન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ગણેશ ચતુર્થી નિમિત્તે ઓડિશાના પુરી બીચ પર ભગવાન શ્રીગણેશનું ભવ્ય સૅન્ડ સ્ક્લ્પ્ચર તૈયાર કર્યું છે. તેમણે એના ફોટોગ્રાફ્સ ટ્વિટર પર શૅર કર્યા છે. પટનાયકે તેમના ટ્વીટમાં લખ્યું હતું કે ‘રેતીમાંથી બનેલા ૩૪૨૫ લાડુ અને ફૂલોનો ઉપયોગ કરીને ભગવાન શ્રીગણેશની મેં તૈયાર કરેલી પ્રતિમા.’ આ ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.


