ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં એક વ્યક્તિ સ્કૂટર પર બેસીને ઝાડ પર ચડીને ઊંચાઈ પર આવેલાં ફળ તોડી લાવે છે.

હવે ઝાડ પર ચડવા માટે પણ સ્કૂટર આવ્યું
જુગાડની વાત આવે ત્યારે ભારતીયોની તોલે કોઈ ન આવે એ સર્વવિદિત છે. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં એક વ્યક્તિ સ્કૂટર પર બેસીને ઝાડ પર ચડીને ઊંચાઈ પર આવેલાં ફળ તોડી લાવે છે.
ગામમાં લોકો ઝાડ પર ચડીને નારિયેળ કે ખજૂર તોડી લાવતા હતા. આ કંટાળાજનક પ્રક્રિયામાં જો હાથની પકડ છૂટે તો ઉપરથી નીચે પડવાનો ડર રહે છે, પરંતુ આ સ્કૂટર જેવા મશીનની મદદથી વ્યક્તિ ગમે એટલા ઊંચા ઝાડ પર સહેલાઈથી ચડી શકે છે. આ સ્કૂટરની મદદથી કોઈ પણ સીધા કે સહેજ વાંકા વૃક્ષ પર ચડી શકાય છે. અત્યાર સુધી આ વિડિયોને ૭,૪૦,૦૦૦ વ્યુઝ મળ્યા છે.