જર્મનીમાં હાલમાં એમની આ પ્રોડક્ટને વધુ આવકાર નહીં મળે એથી તેઓ એશિયા અને આફ્રિકા જેવી બજારમાં એનું વેચાણ કરશે, જ્યાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘણો વધારે હોય છે.

હવે મૅગીની જેમ ટૂ મિનિટ્સમાં તૈયાર થતો ઇન્સ્ટન્ટ બિયર પણ
જર્મનીના મ્યુનિક નજીક આવેલી એક મઠની ભઠ્ઠીમાં બિયર પાઉડર બનાવાયો છે, જેમાં માત્ર પાણી ઉમેરવાથી ફીણ અને સ્વાદ ધરાવતો બિયર તૈયાર થઈ જાય છે. આ પાઉડરને કારણે ટ્રાન્સપોર્ટની બચત થઈ શકે છે. ક્લોસ્તરબ્રાહાઇટ ન્યુઝેલ નામની કંપની આ પ્રોડક્ટની ટેક્નૉલૉજી પાર્ટનર બની છે. પહેલી વાર તેમણે ઝીરો આલ્કોહૉલ બિયર બનાવ્યો છે. હાલમાં પ્રાયોગિક ધોરણે એનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આગળ જતાં આલ્કોહૉલિક બિયર બનાવવાની પણ યોજના છે. હાલમાં બિયર માટે અબજો લિટર પાણી વહન કરી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાય છે, કારણ કે બિયરમાં ૯૦ ટકા જેટલું પાણી હોય છે. કંપની જાણે છે કે જર્મનીમાં હાલમાં એમની આ પ્રોડક્ટને વધુ આવકાર નહીં મળે એથી તેઓ એશિયા અને આફ્રિકા જેવી બજારમાં એનું વેચાણ કરશે, જ્યાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘણો વધારે હોય છે.

