રોબો ડૉગને કોઈ ટૅબ્લેટ જેવા ડિવાઇસથી કન્ટ્રોલ કરી રહ્યું હોય એવું પણ જોવા મળ્યું હતું
ટેક્નૉલૉજીના કોઈ સ્ટુડન્ટ્સે જ બનાવેલો રોબો આ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા લેતો જોવા મળ્યો હતો
વડોદરાની યુનિવર્સિટીઓના ગ્રાઉન્ડમાં ગુજરાતીઓ ઉપરાંત દેશ-વિદેશના સ્ટુડન્ટ્સ પણ ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને ગરબા કરતા જોવા મળે છે. જોકે આ બધામાં પારુલ યુનિવર્સિટીની કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટ્સ જબરી વાઇરલ થઈ છે. એનું કારણ એ છે કે અહીંના ખાસ મહેમાને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ટેક્નૉલૉજીના કોઈ સ્ટુડન્ટ્સે જ બનાવેલો રોબો આ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા લેતો જોવા મળ્યો હતો. રોબો ડૉગભાઈ ચાર પગે ચાલતા-ચાલતા આખા ગ્રાઉન્ડમાં ફરતા બધા જ લોકોની ખબર પૂછી આવતા હતા. માતાજીની આરતી વખતથી એ રોબો ગ્રાઉન્ડ પર ફરતો અને મ્યુઝિક વાગે ત્યારે તાનમાં આવીને બે પગે ઊભા રહીને ગરબાના ઠૂમકા પણ લગાવી લેતો હતો. અલબત્ત, આ રોબો ડૉગ સંપૂર્ણપણે ઑટોમેટેડ નહોતો. કેટલીક વિડિયો-ક્લિપ્સમાં એ રોબો ડૉગને કોઈ ટૅબ્લેટ જેવા ડિવાઇસથી કન્ટ્રોલ કરી રહ્યું હોય એવું પણ જોવા મળ્યું હતું.


