સોમવારે એણે એક ઘોષણા કરતાં કહ્યું કે જીવનમાં કોઈ મુશ્કેલીમાં હો તો રાહ ન જુઓ, માત્ર ડાયલ કરો ૧૦૦ નંબર

ચંદ્ર પર ફસાઈ ગયેલા માણસે માગી મુંબઈ પોલીસની મદદ
મુંબઈ પોલીસ લોકોને વિવિધ માહિતીથી વાકેફ કરવા માટે મીમ્સ અને અન્ય વિડિયોનો મજેદાર રીતે ઉપયોગ કરતી હોય છે. સોમવારે એણે એક ઘોષણા કરતાં કહ્યું કે જીવનમાં કોઈ મુશ્કેલીમાં હો તો રાહ ન જુઓ, માત્ર ડાયલ કરો ૧૦૦ નંબર. એક યુઝરે મજાકમાં કહ્યું કે ‘હું આકાશમાં અટવાઈ ગયો છું.’ વળી તેણે અવકાશયાત્રીનો પોશાક પહેરેલો વ્યક્તિ ચંદ્ર પર ઊભો હોય એવું પણ દેખાડ્યું હતું. બૅકગ્રાઉન્ડમાં પૃથ્વી પણ નજરે પડતી હતી. તેણે કૅપ્શનમાં લખ્યું હતું, ‘હું અહીં ફસાયો છું.’ પોલીસે પણ તેને મજેદાર જવાબ આપતાં કહ્યું, ‘આ અમારો એરિયા નથી, પરંતુ અમે ખુશ છીએ કે તમે ચંદ્ર પર છો છતાં અમારા પર વિશ્વાસ રાખો છો.’