Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કારની નજીક કોઈ જાય તો તરત ઍન્ટિ-થેફ્ટ સાઇરન વાગવા લાગતી હતી એટલે પાડોશીએ કંટાળીને કાર સળગાવી દીધી

કારની નજીક કોઈ જાય તો તરત ઍન્ટિ-થેફ્ટ સાઇરન વાગવા લાગતી હતી એટલે પાડોશીએ કંટાળીને કાર સળગાવી દીધી

Published : 30 October, 2026 12:25 PM | Modified : 30 October, 2026 01:05 PM | IST | Morbi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વકીલ પુષ્પા ભટ્ટે કરેલી ફરિયાદ મુજબ ૨૮ ઑક્ટોબરે બપોરે ૪.૪૫ વાગ્યે તેમની સ્વિફ્ટ કાર ઘરની પાસે પાર્ક કરેલી હતી ત્યારે શિખર ગોહિલ નામના તેમના પાડોશીએ એ કાર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મોરબીમાં એક માણસે પાડોશીની કારને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. આ ઘટના નજીકના બંગલામાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. વકીલ પુષ્પા ભટ્ટે કરેલી ફરિયાદ મુજબ ૨૮ ઑક્ટોબરે બપોરે ૪.૪૫ વાગ્યે તેમની સ્વિફ્ટ કાર ઘરની પાસે પાર્ક કરેલી હતી ત્યારે શિખર ગોહિલ નામના તેમના પાડોશીએ એ કાર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. આ ફરિયાદ તેમણે માત્ર કોઈના કહેવા-સાંભળવા પર નહીં, CCTV ફુટેજના આધારે કરી હતી. નવાઈની વાત એ હતી કે કાર સળગાવવાની આ ઘટના ખુદ શિખર ગોહિલે પણ પોતાના મોબાઇલમાં શૂટ કરી હતી. વિડિયોમાં જોવા મળે છે કે પાડોશી કાર પાસે આવે છે અને બોનેટના આગળના હિસ્સા પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી દે છે. આગ લાગ્યા પછી તે થોડે દૂર ઊભા રહીને સળગતી કારનો વિડિયો લે છે. આ પુરાવાઓના આધારે જ્યારે શિખર ગોહિલને પોલીસે પકડ્યો અને પૂછપરછ કરી તો તેણે કબૂલ્યું હતું કે પુષ્પા ભટ્ટની કારનું ઍન્ટિ-થેફ્ટ સેન્સર એટલું સ્ટ્રૉન્ગ હતું કે કોઈ પણ એની નજીક જાય તો સાઇરન વાગ્યા કરતી હતી. એનાથી તેને બહુ ખલેલ પહોંચતી હોવાથી કંટાળીને તેણે કાર સળગાવી દીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 01:05 PM IST | Morbi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK