સોશ્યલ મીડિયા પર બે કરોડથી વધુ લોકોએ આ વિડિયો જોયો છે. ઘણાએ સવાલ કર્યો છે કે આ આર્ટિસ્ટ છે કે શેફ?
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક વ્યક્તિ તવા પર આમલેટ બનાવી રહી છે અને પછી આમલેટ પર મહાન પેઇન્ટર લિયોનાર્ડો દ વિન્ચીના ફેમસ મોનાલિસાની આકૃતિ ઊપસાવી છે. આ અનોખી ક્રીએટિવિટીએ બ્રેકફાસ્ટ આર્ટને નવા લેવલ પર પહોંચાડી દીધી છે. પેઇન્ટિંગ કરવાનો શોખ તો ઘણા લોકોમાં જોયો હશે, પણ કુકિંગની કલાની અંદર ક્રીએટિવિટીનો સમન્વય કરનારાઓ બહુ ઓછા હશે. સોશ્યલ મીડિયા પર બે કરોડથી વધુ લોકોએ આ વિડિયો જોયો છે. ઘણાએ સવાલ કર્યો છે કે આ આર્ટિસ્ટ છે કે શેફ?


