Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મૉડલિંગની અજબ દુનિયા : માત્ર હાથ બતાવીને આ મહિલા લાખો રૂપિયા કમાય છે

મૉડલિંગની અજબ દુનિયા : માત્ર હાથ બતાવીને આ મહિલા લાખો રૂપિયા કમાય છે

01 May, 2024 08:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રસપ્રદ વાત એ છે કે આ મહિલા ફુટવેઅર સેક્ટરમાં ફુલ-ટાઇમ જૉબ કરે છે અને સાઇડમાં હૅન્ડ-મૉડલ બનીને વધારાની આવક મેળવે છે.

વાઇરલ વિડિયોની તસવીર

અજબ ગજબ

વાઇરલ વિડિયોની તસવીર


મૉડલિંગની દુનિયા માત્ર રૅમ્પ-વૉક કે ફોટોશૂટ સુધી સીમિત નથી રહી અને અહીં વ્યક્તિ માત્ર હાથ બતાવીને પણ નસીબ ચમકાવી શકે છે. હા, ન્યુ યૉર્કની એક મહિલા હૅન્ડ-મૉડલિંગ કરીને વર્ષે ૨૫ લાખ રૂપિયા કમાઈ રહી છે. ૩૭ વર્ષની ઍલેક્ઝાન્ડ્રા બેરોકલ નામની મૉડલ ક્યારેક કોઈ બ્રૅન્ડ માટે કૉફી રેડે છે તો ક્યારેક માત્ર પ્રોડક્ટ હાથમાં લઈને ઊભી રહે છે. તેણે માઇક્રોસૉફ્ટ, મેસી, સેરેના વિલિયમ્સ જ્વેલરી જેવી જાણીતી કંપનીઓ માટે હૅન્ડ-મૉડલિંગ કર્યું છે. ૪૦ મિનિટના શૂટ માટે તેને એક લાખ રૂપિયા મળે છે.

મહિલાનું કહેવું છે કે હૅન્ડ-મૉડલિંગમાં હાથની સુંદરતા મહત્ત્વનો ભાગ ભજવે છે. બ્રૅન્ડ્સ ઈવન સ્કિન ટોન, પાતળી આંગળીઓ, સારા નખ, ટૅટૂ કે ડાઘ વગરની સ્કિનને પ્રાથમિકતા આપે છે. આ જ ફીચર્સને લીધે ઍલેક્ઝાન્ડ્રાના હાથ જાણીતા બની ગયા છે. રસપ્રદ વાત એ છે કે આ મહિલા ફુટવેઅર સેક્ટરમાં ફુલ-ટાઇમ જૉબ કરે છે અને સાઇડમાં હૅન્ડ-મૉડલ બનીને વધારાની આવક મેળવે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK