Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ બંગલૉ ખરીદીને તમે કિંગ ચાર્લ્સ-તૃતીયના પાડોશી બની શકો

આ બંગલૉ ખરીદીને તમે કિંગ ચાર્લ્સ-તૃતીયના પાડોશી બની શકો

03 October, 2022 11:21 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હીં તમે પાર્ટીમાં તમારા નવા પાડોશી કિંગ ચાર્લ્સ-તૃતિયને પણ આમંત્રિત કરી શકો છો

આ બંગલૉ ખરીદીને તમે કિંગ ચાર્લ્સ-તૃતીયના પાડોશી બની શકો

Offbeat

આ બંગલૉ ખરીદીને તમે કિંગ ચાર્લ્સ-તૃતીયના પાડોશી બની શકો


કિંગ ચાર્લ્સ તૃતિયના પાડોશમાં આવેલું ૧૦ બેડરૂમ ધરાવતું હાર્ફોર્ડ મનોર મૅન્શન ૩ કરોડ ડૉલર (લગભગ ૨.૪૫ અબજ રૂપિયા)માં વેચાવા મુકાયું છે. આ મૅન્શનની વિશિષ્ટતા એ છે કે એમાંથી કિંગ ચાર્લ્સ-તૃતિયના નવા ઘર વિન્ડસર કૅસલને જોઈ શકાય છે.

૪૦ એકર ગ્રાઉન્ડમાં ફેલાયેલા હાર્ફોર્ડ મનોરમાં ૧૦ બેડરૂમ અને ૨ કિચન ઉપરાંત પોતાનું હોમ થિયેટર અને નવ સ્ક્રીન વિડિયો વૉલ સાથેની એન્ટરટેઇનમેન્ટ રૂમ પણ છે. અહીં તમે પાર્ટીમાં તમારા નવા પાડોશી કિંગ ચાર્લ્સ-તૃતિયને પણ આમંત્રિત કરી શકો છો. મૅન્શનમાં ભવ્ય અને આધુનિક લગભગ ૪૦ ફુટનો ઇન્ડોર પૂલ અને ૧૦૦૦થી વધુ બૉટલ રાખી શકે એવો વાઇન સેલર પણ છે. 




રમતગમતના શોખીનો માટે ટેનિસ કોર્ટ ઉપરાંત પોતાની ઇચ્છા પ્રમાણ પ્રવાસ કરવા માગનારાઓ માટે હેલિકૉપ્ટર પૅડ અને આઠ કારનું ગૅરેજ તેમ જ ઘોડેસવારીનો શોખ ધરાવનાર માટે ૧૦ તબેલા પણ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 11:21 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK