અમેરિકામાં એક શખ્સે ગુસ્સામાં કૉન્ડોમ ચડેલું કેળું ગળી લીધું અને પછી બગડી તબિયત, થઈ સર્જરી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
વિશ્વમાં અનેક એવા કેસ સામે આવે છે જ્યારે અનેક લોકો ભૂલથી કંઈક ને કંઇક ખાઈ લેતા હોય છે અને પછી તેમના પેટની સર્જરી કરીને તેને કાઢવામાં આવે છે. ક્યારેક બાળકો પણ ભૂલથી આવું કરી દેતા હોય છે. પણ તાજેતરમાં જ એક અમેરિકન શખ્સે તો હદ કરી દીધી. તેણે ભૂલથી નહીં પણ જાણીજોઈને એવું કેળું ખાધું કે જેના પર કૉન્ડોમ ચડેલું હતું. ત્યાર બાદ તેની સ્થિતિ એટલી બગડી કે તેના આંતરડાંએ જવાબ આપી દીધો અને ડૉક્ટર્સે તેનો જીવ જેમતેમ કરીને બચાવી લીધો.
સર્જરી બાદની તસવીરો આવી સામે
હકિકતે, આ ઘટના અમેરિકાના એક શહેરની છે. ડેઇલી મેલના એક રિપૉર્ટ પ્રમાણે આ ઘટનાને એક મેડિકલ સ્ટડી દ્વારા કહેવામાં આવ્યું છે. આમાં શખ્સની ઓળખ છુપાવવામાં આવી છે. જો કે, એક્સરેની તસવીરો અને સર્જરી બાદ કેળું કાઢવાની તસવીરો ચોક્કસ સામે આવી છે. ડેઇલી મેલે પોતાના રિપૉર્ટમાં પણ આ તસવીરોનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે કેવી રીતે ડૉક્ટર્સે આ કેસ હેન્ડલ કર્યો છે.
કૉન્ડોમ ચડેલું કેળું ગળી ગયો શખ્સ
માહિતી પ્રમાણે 35 વર્ષીય શખ્સે આ કારનામું ગુસ્સાને કારણે કર્યું. શખ્સને ગુસ્સો કઈ વાત પર આવ્યો એ જણાવવામાં આવ્યું નથી પણ તે કૉન્ડોમ ચડેલું કેળું ગળી ગયો. આના થોડાક સમય પહેલા જ પેટમાં જબરજસ્ત દુઃખાવો થવા માંડ્યો અને ઊલ્ટીઓ થવા માંડી. તે કંઈ પણ ખાઈ-પી શક્યો નહીં. અહીં સુધી કે પાણી પીવું પણ તેને માટે મુશ્કેલ રહ્યું.
આ પણ વાંચો : સરકારી નોકરીવાળી છોકરી હોય તો આ દુલ્હો દહેજ આપવા પણ તૈયાર છે
ઑપરેશન બાદ કાઢવામાં આવ્યું કેળું
તેને તત્કાલ હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. ડૉક્ટર્સે જ્યારે એક્સરે કર્યો તો તેના આંતરડાંની પાસે કૉન્ડોમમાં લપેટાયેલ કેળું દેખાયું. આ આંતરડાંનો માર્ગ અટકાવી રહ્યું હતું અને આથી તેને ઘણું નુકસાન પણ થઈ ચૂક્યું હતું. લગભગ એક કલાક સુધી ચાલેલા ઑપરેશન બાદ તેને કાઢી લેવાયું. ત્રણ દિવસ બાદ તે શખ્સને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.