Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સરકારી નોકરીવાળી છોકરી હોય તો આ દુલ્હો દહેજ આપવા પણ તૈયાર છે

સરકારી નોકરીવાળી છોકરી હોય તો આ દુલ્હો દહેજ આપવા પણ તૈયાર છે

30 January, 2023 01:12 PM IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાકે તેની મજાક ઉડાડી છે તો કેટલાકે આને સમાજની બદલાતી માનસિકતા ગણાવી છે.

રસ્તાની વચ્ચે વિકલ્પ માલવી નામનો યુવાન હાથમાં પોસ્ટર પકડીને ઊભો છે

Offbeat News

રસ્તાની વચ્ચે વિકલ્પ માલવી નામનો યુવાન હાથમાં પોસ્ટર પકડીને ઊભો છે


સમાજમાં દહેજનું દૂષણ કેટલી હદે ઘર કરી ગયું છે એ કોઈથી છૂપું નથી. દહેજને કારણે કેટલીય કોડીલી કન્યાઓનું જીવન નરક બની ગયું છે તો કેટલીય કન્યાઓએ અપરિણીત રહેવાનો નિર્ણય લીધો છે. એવામાં મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક યુવક ભરબજારે પોસ્ટર પકડીને ઊભો છે, જેમાં તે છોકરીને સામેથી દહેજ આપવા તૈયાર છે. જોકે દહેજ લેવા માટે યુવતીની સરકારી નોકરી હોવી જરૂરી છે. 

સોશ્યલ મીડિયા પર ફરી રહેલી આ ક્લિપ મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના ફાઉન્ટન ચોકના કમાનિયા ગેટ બીચ માર્કેટની છે, જ્યાં રસ્તાની વચ્ચે વિકલ્પ માલવી નામનો યુવાન હાથમાં પોસ્ટર પકડીને ઊભો છે, જેમાં લખ્યું છે, ‘મને લગ્ન કરવા માટે સરકારી નોકરી કરતી યુવતીની તલાશ છે. એ માટે હું દહેજ આપવા પણ તૈયાર છું.’ 



આ પણ વાંચો : આ અસલી Ajay Devgn જ છે કે એનો જુડવા?! વીડિયો જોઈ મુકાશો અસમંજસમાં


અપેક્ષાથી વિપરીત આ પોસ્ટરે ઘણાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કેટલાકે તેની મજાક ઉડાડી છે તો કેટલાકે આને સમાજની બદલાતી માનસિકતા ગણાવી છે. આ વિડિયો સુશાંત પીટર નામના ટ‍્વિટર-યુઝરે અપલોડ કર્યો છે, જેને અત્યાર સુધી ૩૦૦૦ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2023 01:12 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK