Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છોકરીનાં કપડાં પહેરીને બે કલાક દિલ્હીના રોડ પર ફર્યો યુવાન

છોકરીનાં કપડાં પહેરીને બે કલાક દિલ્હીના રોડ પર ફર્યો યુવાન

Published : 19 September, 2026 02:41 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં ચોક્કસ કયા વિસ્તારોમાં આ પ્રયોગ કર્યો હતો એની સ્પષ્ટતા વિડિયોમાં નથી કરવામાં આવી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત નથી એવું કંઈ અમથું જ કહેવાતું નથી. ૨૦૨૫માં સ્ત્રી-સુરક્ષાના મામલે ભારતનાં ૩૧ શહેરોમાં દિલ્હીનો નંબર ૨૮મો હતો. એક વર્ષ પછી દિલ્હીમાં સ્ત્રીઓની હાલત કેટલી સુધરી છે એનો પ્રયોગ કરવા માટે એક કન્ટેન્ટ ક્રીએટર છોકરીના વેશમાં બે કલાક સુધી ફર્યો. તે સ્કૂટી ચલાવીને રોડ પર નીકળ્યો હતો. કોઈક બાઇક લઈને તેને ઓવરટેક કરતી વખતે ઘૂરીને જોતું રહ્યું તો કેટલાક રિક્ષાવાળાઓએ પણ તેનો પીછો કર્યો. સાઇકલચાલકે પણ તેને ઘૂરવાનું છોડ્યું નહીં. પેટ્રોલ પમ્પ પર તેને ઘૂરનારા લોકોની હાજરી હતી. તેના બે કલાકના પ્રયોગમાં કેટલીક જગ્યાએ કન્ટેન્ટ ક્રીએટરના દોસ્તોએ છૂપા વેશે વિડિયો પણ લીધા હતા. જોકે એક ઑટોવાળાને ખબર પડી ગઈ કે પાછળ કોઈ વિડિયો લઈ રહ્યું છે એટલે પીછો કરવાને બદલે આગળ નીકળી ગયો. વિડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો તેને વળી-વળીને જુએ છે, પીછો કરે છે અને સાઇડમાં સ્કૂટી રોકાઈ ત્યારે પણ બીજો એક બાઇકર ત્યાં આવીને ઊભો રહી ગયો છે.

દિલ્હીમાં ચોક્કસ કયા વિસ્તારોમાં આ પ્રયોગ કર્યો હતો એની સ્પષ્ટતા વિડિયોમાં નથી કરવામાં આવી, પરંતુ આ વિડિયો જોઈને લોકોનું કહેવું હતું કે હજીયે દિલ્હીની હાલતમાં કોઈ સુધારો થયો નથી.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 02:41 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK