લગભગ અડધો કિલોમીટર સુધી આમ થયું એ પછી પાછળથી આવતી સફેદ કારના ચાલકે રિક્ષાને ઓવરટેક કરીને અટકાવી હતી અને બદમાશોને પકડીને પોલીસને હવાલે કર્યા હતા.
પંજાબના લુધિયાણામાં ગઈ કાલે ભરદિવસે રિક્ષાની અંદર એક મહિલાને લૂંટવાનો પ્રયાસ થયો
પંજાબના લુધિયાણામાં ગઈ કાલે ભરદિવસે રિક્ષાની અંદર એક મહિલાને લૂંટવાનો પ્રયાસ થયો. રોડ પર રિક્ષા ચાલી રહી હતી ત્યારે અંદર બેઠેલા બે જણે તેને લૂંટવાની કોશિશ કરી. રિક્ષામાં ઑલરેડી ડ્રાઇવર ઉપરાંત બીજા બે લોકો બેઠેલા હતા. રોડ પર ફુલ સ્પીડમાં રિક્ષા ચાલી રહી હતી ત્યારે બે બદમાશોએ ચાકુ બતાવીને મહિલાને લૂંટવાની કોશિશ કરતાં તેણે બચવા માટે બૂમો પાડી, પણ રિક્ષા રોકાઈ જ નહીં. આખરે તે રિક્ષાની બહાર લટકી ગઈ. એ વખતે નજીકમાંથી પસાર થતી એક કાર સાથે રિક્ષા ભટકાઈ પણ ખરી. જોકે મહિલાએ હિંમત ન હારી. જોરથી મદદ માટે ચિલ્લાવાની સાથે તે સ્પીડમાં દોડતી રિક્ષાની બહાર એક હાથે સળિયો પકડીને લટકેલી રહી. લગભગ અડધો કિલોમીટર સુધી આમ થયું એ પછી પાછળથી આવતી સફેદ કારના ચાલકે રિક્ષાને ઓવરટેક કરીને અટકાવી હતી અને બદમાશોને પકડીને પોલીસને હવાલે કર્યા હતા.


