ડૉક્ટરોએ દવા આપી અને ૧૦ મિનિટમાં મૃત્યુ થઈ ગયું
દીપક કુમાર નામનો ૩૦ વર્ષનો કૉન્સ્ટેબલ
લખનઉમાં દીપક કુમાર નામનો ૩૦ વર્ષનો કૉન્સ્ટેબલ બિલકુલ તંદુરસ્ત દેખાતો હતો. તે એક ઇમર્જન્સી હેલ્પલાઇનની ડ્યુટી પર બેઠો હતો ત્યારે તેને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો. તેને લાગ્યું કે કદાચ ગૅસની સમસ્યા છે એટલે તેણે દવા લેવા માટે જાતે જ નજીકમાં આવેલા ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું. પોલીસ-સ્ટેશનની બહારથી બાઇક લીધી અને જાતે જ ડ્રાઇવ કરીને તે હૉસ્પિટલ પહોંચ્યો. તેની હાલત જોતાં જ ડૉક્ટરોને નવાઈ લાગી કે તે જાતે બાઇક ચલાવીને અહીં સુધી પહોંચ્યો કઈ રીતે હશે? હૉસ્પિટલ પહોંચીને તે માત્ર એટલું જ બોલી શક્યો કે ડૉક્ટર, છાતીમાં બહુ દુખે છે, તરત દવા આપો. સ્થાનિક ડૉક્ટરોએ તરત જ ઍન્જાઇનાની દવા આપીને તેને સૂવડાવ્યો, પરંતુ ૧૦ જ મિનિટમાં તેનો જીવ જતો રહ્યો.


