Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૬૦૦ વર્ષ જૂના મંદિરમાં શિલ્પમાં જોવા મળ્યું ટેલિસ્કોપ

૬૦૦ વર્ષ જૂના મંદિરમાં શિલ્પમાં જોવા મળ્યું ટેલિસ્કોપ

Published : 08 February, 2026 12:57 PM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણાટકના ૬૦૦ વર્ષ જૂના હોયસલા મંદિરમાં અદ્ભુત શિલ્પકારી જોવા મળી છે.

કર્ણાટકના ૬૦૦ વર્ષ જૂના હોયસલા મંદિરમાં અદ્ભુત શિલ્પકારી જોવા મળી

અજબ ગજબ

કર્ણાટકના ૬૦૦ વર્ષ જૂના હોયસલા મંદિરમાં અદ્ભુત શિલ્પકારી જોવા મળી


કર્ણાટકના ૬૦૦ વર્ષ જૂના હોયસલા મંદિરમાં અદ્ભુત શિલ્પકારી જોવા મળી છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના એક ટૂરિસ્ટે આ મંદિરમાં સ્થાપત્યમાંથી એક એવી મૂર્તિને અલગથી તારવીને લોકો સામે મૂકી છે જે ભારતની પ્રાચીન વિરાસત માટે ગૌરવદાયક છે. ઑસ્ટ્રેલિયન ટ્રાવેલ વ્લોગર લિયામ રિચર્ડ્સે આ મંદિરમાં એક મૂર્તિના હાથમાં ટેલિસ્કોપ હોવાનો દાવો કર્યો છે. એ શિલ્પ જોઈને આ વાત સાચી લાગે છે. એમાં એક વ્યક્તિ આંખોની સામે એક લાંબી નળી જેવી ચીજ લગાવીને જોવાનો પ્રયત્ન કરતી હોય એવું દૃશ્ય છે. લિયામનો દાવો છે કે આ ટેલિસ્કોપ જેવું યંત્ર લાગી રહ્યું છે. ઇતિહાસ અનુસાર ટેલિસ્કોપનો આવિષ્કાર ૧૬૦૮ની સાલમાં નેધરલૅન્ડ્સમાં થયેલો હોવાનું મનાય છે ત્યારે ૬૦૦ વર્ષ જૂના ભારતના મંદિરમાં એનું દૃશ્ય જોવા મળે છે. એવામાં બની શકે કે ઇતિહાસે ભલે ૧૬૦૮માં આ આવિષ્કાર નોંધ્યો હોય, પરંતુ હકીકતમાં એ ભારતમાં પહેલેથી જ અસ્તિત્વ ધરાવતું હોય એવું શક્ય છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 12:57 PM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK