જ્યારે આખું રશિયા ભૂકંપ વખતે જીવ બચાવવા ઇમારતોની બહાર ભાગ્યું હતું ત્યારે આ મેડિકલ સ્ટાફના ડેડિકેશનને સલામ તો બને છે.
ધરતીકંપમાં આખું આૅપરેશન થિયેટર ખળભળી ઊઠ્યું, પણ સર્જ્યનોએ ઑપરેશન ચાલુ જ રાખ્યું
ગઈ કાલે વહેલી સવારે રશિયાના કામચાટકામાં વિશ્વનો છઠ્ઠા ક્રમનો સૌથી વધુ તીવ્રતા ધરાવતો ધરતીકંપ આવ્યો હતો જેની તીવ્રતા ૮.૮ જેટલી હતી. એ પછી તો રશિયામાં સુનામીએ પણ તબાહી મચાવી. જોકે કામચાટકાના હેલ્થપ્રધાને સોશ્યલ મીડિયામાં એક વિડિયો પોસ્ટ કર્યો હતો. વિડિયોમાં ઑપરેશન થિયેટર ધણધણી રહ્યું હતું અને ઑપરેશન ટેબલ પણ અહીં-તહીં ડોલમડોલ થઈ રહ્યું હતું એમ છતાં સર્જ્યનો જરાય ગભરાયા વિના દરદી પર સર્જરી કન્ટિન્યુ કરી રહ્યા છે. મેડિકલ સ્ટાફે જે ધીરજ અને શાંતિથી આખી પરિસ્થિતિને હૅન્ડલ કરી એની સરાહના ત્યાંના હેલ્થ મિનિસ્ટરે કરી હતી. જ્યારે આખું રશિયા ભૂકંપ વખતે જીવ બચાવવા ઇમારતોની બહાર ભાગ્યું હતું ત્યારે આ મેડિકલ સ્ટાફના ડેડિકેશનને સલામ તો બને છે.


