ચારધામની જાત્રાની સીઝનમાં ઉત્તરાખંડ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ જબરદસ્ત ધમધમતું રહે છે.
જોશીમઠ
ચારધામની જાત્રાની સીઝનમાં ઉત્તરાખંડ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ જબરદસ્ત ધમધમતું રહે છે. એવામાં ચારધામના માર્ગમાં આવતું જોશીમઠ પણ ડિમાન્ડમાં છે. જોકે ટૂરિઝમને કારણે પ્રવાસીઓ દ્વારા ફેંકાતો પ્લાસ્ટિકનો કચરો એ મોટી સમસ્યા હોય છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આ કચરામાંથી કંચન બનાવવાનું સાધન તૈયાર કરી લીધું છે. બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને ફુલોની ઘાટી માટેના મુખ્ય પડાવ સમાન જોશીમઠથી પાંડુકેશ્વર સુધીની સફાઈની જવાબદારી જોશીમઠ નગરપાલિકાએ સંભાળી લીધી છે. છેલ્લા એક મહિનામાં પીવાના પાણીની અઢી લાખથી વધુ બૉટલ્સ અને અન્ય પ્લાસ્ટિક મળીને ૩ ટન જેટલો કચરો એકઠો કરી એને વેચીને ૧.૦૨ કરોડ રૂપિયાની આવક રળી લીધી છે.

