૨૦૧૯માં નરેન્દ્ર મોદી પહેલી વાર વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે ૧૦ ફૂટનું મોટું પેઇન્ટિંગ તૈયાર કરેલું
તમામ ૧૪ મહાનુભાવોનાં પોર્ટ્રેટ્સને એક જ ફ્રેમ
અમૃતસરના આર્ટિસ્ટ જગજોત સિંહ રુબલ તેમનાં સાંપ્રત વિષયોને લગતાં પેઇન્ટિંગ્સ માટે જાણીતા છે. ૨૦૧૯માં નરેન્દ્ર મોદી પહેલી વાર વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે ૧૦ ફૂટનું મોટું પેઇન્ટિંગ તૈયાર કરેલું. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે પણ તેમણે અયોધ્યા અને ભગવાન રામનાં જીવંત ચિત્રો દોરીને અનેકોનું મન મોહ્યું હતું. આવતી કાલે નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદના શપથ લેવાના છે ત્યારે આર્ટિસ્ટ જગજોતે અત્યાર સુધીમાં ભારતના વડા પ્રધાન રહી ચૂકેલા તમામ ૧૪ મહાનુભાવોનાં પોર્ટ્રેટ્સને એક જ ફ્રેમમાં પેઇન્ટ કર્યાં હતાં.

