૨૦૨૪ના પહેલા ક્વૉર્ટરમાં પ્રો આઇફોનનું વેચાણ કંપનીની કુલ રેવન્યુમાં ૬૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
પ્રતીકાત્મક તસવીર
સ્માર્ટફોન માર્કેટમાં આ વર્ષે ટોચની કંપનીઓએ ઘણા બધા સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં પણ ૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઍપલ અને સૅમસંગે હંમેશની જેમ માર્કેટમાં પ્રભુત્વ જમાવ્યું છે. જોકે એક રિસર્ચના રિપોર્ટ અનુસાર ૨૦૨૪ના પહેલા ક્વૉર્ટરમાં ઍપલ આઇફોન 15 પ્રો મૅક્સનું વેચાણ સૌથી વધુ થયું છે. નોંધનીય છે કે નૉન-સીઝનલ ક્વૉર્ટરમાં પહેલી વાર કોઈ આઇફોન 15 પ્રો મૅક્સ ટૉપ-સેલિંગ સ્માર્ટફોન બન્યો છે. ટોચના ૧૦ સ્માર્ટફોનની યાદીમાં આઇફોન 15નાં તમામ ચાર મૉડલ અને આઇફોન 14નો સમાવેશ થાય છે. બાકીના સ્માર્ટફોન સૅમસંગની A અને S સિરીઝના છે. ૨૦૨૪ના પહેલા ક્વૉર્ટરમાં પ્રો આઇફોનનું વેચાણ કંપનીની કુલ રેવન્યુમાં ૬૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

