Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જાન પ્રસ્થાન : ૨૧ એપ્રિલ ૨૦૨૫ જાન વિદાય : ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫

જાન પ્રસ્થાન : ૨૧ એપ્રિલ ૨૦૨૫ જાન વિદાય : ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૫

Published : 10 May, 2025 02:48 PM | Modified : 11 May, 2025 06:57 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્નની આ કંકોતરી તમને ટાઇમ ટ્રાવેલ કરાવીને ભવિષ્યમાંથી ભૂતકાળ તરફ લઈ આવશે એ નક્કી છે

કંકોતરીમાં જાન પ્રસ્થાન અને જાન વિદાય જેવા પ્રસંગોમાં તારીખોનો ગોટાળો

અજબગજબ

કંકોતરીમાં જાન પ્રસ્થાન અને જાન વિદાય જેવા પ્રસંગોમાં તારીખોનો ગોટાળો


કોઈ આમંત્રણપત્રિકા હોય કે લગ્નની કંકોતરી, એમાં સ્થળ અને સમય લખવામાં વિશેષ ધ્યાન રાખવું પડે. જોકે ક્યારેક ધ્યાન ન રહે અને તારીખો ખોટી છપાઈ જાય તો કેવી મિસઅન્ડરસ્ટૅન્ડિંગ થાય એનો એક કિસ્સો તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે.


આ કંકોતરીમાં જાન પ્રસ્થાન અને જાન વિદાય જેવા પ્રસંગોમાં તારીખોનો ગોટાળો થઈ ગયો હોવાથી જાન પહોંચ્યાના ત્રણ મહિના પહેલાં જ એની વિદાય થઈ જશે એવું લખાયું છે. જાન પ્રસ્થાનની તારીખ લખાઈ છે ૨૧ એપ્રિલ, પણ લગ્ન પછી જાનને વિદાય કરવાની તારીખ લખાઈ છે ૨૨ ફેબ્રુઆરી. બન્ને તારીખોમાં વર્ષ ૨૦૨૫નું જ છે, પણ વિદાયમાં એપ્રિલને બદલે ફેબ્રુઆરી લખાઈ ગયું હોવાથી અનેક લોકો એ વાંચીને ચકિત થઈ ગયા હતા. ઘણી વાર પ્રૂફરીડિંગની ભૂલને કારણે આવું થાય એ સ્વાભાવિક છે, પરંતુ કંકોતરી જેવી મહત્ત્વની ચીજમાં પ્રીટિંગ થઈને શું આવ્યું છે એ ચકાસ્યા વિના જ મહેમાનોને મોકલી દેવાતાં આવો ફિયાસ્કો થઈ જાય છે. સોશ્યલ મીડિયા પર આ કંકોતરીને ટાઇમ ટ્રાવેલનું આમંત્રણ ગણવામાં આવી છે. આ કંકોતરીના પ્રૂફમાં થયેલી ભૂલ હતી કે પછી મહેમાનો સુધી એ પહોંચી ગઈ હતી એનો કોઈ ફોડ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કરવામાં આવ્યો નથી.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2025 06:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK