Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૅનેડામાં ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ હવે એક અઠવાડિયામાં ૨૪ કલાક કામ કરી શકશે

કૅનેડામાં ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ હવે એક અઠવાડિયામાં ૨૪ કલાક કામ કરી શકશે

01 May, 2024 08:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૩માં કૅનેડાએ ૬,૮૪,૩૮૫ સ્ટડી-પરમિટ આપી હતી અને એમાં સૌથી વધારે ૨,૭૮,૮૬૦ સ્ટડી પરમિટ ભારતીય સ્ટુડન્ટ્સને અપાઈ હતી. 

પ્રતીકાત્મક તસવીર

લાઇફ મસાલા

પ્રતીકાત્મક તસવીર


કૅનેડાએ ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ માટે સપ્ટેમ્બર મહિનાથી શરૂ થનારા સેમેસ્ટરથી પ્રતિ અઠવાડિયે કામ કરવાની લિમિટ જાહેર કરી છે અને આ દેશમાં ભણવા આવતા વિદેશના સ્ટુડન્ટ્સ હવે માત્ર ૨૪ કલાક માટે જ કામ કરી શકશે.  જોકે સ્ટુડન્ટ્સ સમર-બ્રેક એટલે કે ઉનાળાના વેકેશનમાં ફુલ ટાઇમ કામ કરી શકશે. કોવિડ‍ સમયે સ્ટુડન્ટ્સને વધારે સમય માટે કામ કરવાની છૂટ અપાઈ હતી. એવું માનવામાં આવતું હતું કે હવે કામ કરવાના કલાકો પ્રતિ અઠવાડિયે ૩૦ કરવામાં આવશે, પણ એવું થયું નથી. કૅનેડાની સરકારનું માનવું છે કે સ્ટુડન્ટ્સ અહીં ભણવા માટે આવે છે એથી તેમણે ભણવા પર વધારે ફોકસ કરવું જોઈએ.

સ્ટુડન્ટ્સ ભણવાની સાથે નોકરી એટલા માટે કરે છે કે તેમને કામ કરવાનો અનુભવ મળે અને તેમના ભણવાના ખર્ચને ઉપાડવામાં મદદ થાય. ૨૦૨૩માં કૅનેડાએ ૬,૮૪,૩૮૫ સ્ટડી-પરમિટ આપી હતી અને એમાં સૌથી વધારે ૨,૭૮,૮૬૦ સ્ટડી પરમિટ ભારતીય સ્ટુડન્ટ્સને અપાઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK