Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખાટુ શ્યામ મંદિરની બહાર ઇન્ફ્લુએન્સર બન્યો ભિક્ષુક, માત્ર ૩ કલાકની કમાણી જોઈને લોકો દંગ

ખાટુ શ્યામ મંદિરની બહાર ઇન્ફ્લુએન્સર બન્યો ભિક્ષુક, માત્ર ૩ કલાકની કમાણી જોઈને લોકો દંગ

Published : 13 May, 2026 11:54 AM | IST | Sikar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રકમ તો મધ્યમ વર્ગના લોકોની એક દિવસની કમાણી કરતાં ઘણી વધારે છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટુ શ્યામ મંદિરની બહાર બનેલી એક અજીબોગરીબ ઘટના અત્યારે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એક જાણીતા સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ફાટેલાં કપડાં પહેરી, ભિક્ષુક બની, હાથમાં વાડકો લઈ ૩ કલાક મંદિરની બહાર બેસીને ભીખ માગી હતી. આ ૩ કલાકમાં તેને મળેલી ભિક્ષાની રકમ જાણીને આંખો પહોળી થઈ જશે.

૩ જ કલાકમાં ૪૦૦૦ રૂપિયાથી વધુ રકમ ઇન્ફ્લુએન્સરે ભીખમાં મેળવી હતી. આ રકમ તો મધ્યમ વર્ગના લોકોની એક દિવસની કમાણી કરતાં ઘણી વધારે છે.



જોકે ઇન્ફ્લુએન્સરે આ વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરીને કહ્યું હતું કે ભક્તિના ધામમાં લોકો એટલા ઉદાર હાથે દાન આપે છે કે ભીખ માગવી એ પણ એક મોટો વ્યવસાય બની ગયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 11:54 AM IST | Sikar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK