કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ સોમવારે એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે સરકાર એવો કાયદો લાવવા માગે છે જેમાં વાહનોનાં હૉર્નમાં ભારતીય મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સના અવાજને વાપરવાનું ફરજિયાત કરવામાં આવશે.
નીતિન ગડકરી
કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ સોમવારે એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે સરકાર એવો કાયદો લાવવા માગે છે જેમાં વાહનોનાં હૉર્નમાં ભારતીય મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સના અવાજને વાપરવાનું ફરજિયાત કરવામાં આવશે. આમ હાલમાં હૉર્ન વાગતાં જે કર્કશ અવાજ સાંભળવા મળે છે એને બદલે સુમધુર સંગીત સંભળાશે. આવાં હૉર્ન સાંભળવા મળે તો સુખદ અનુભવ થશે.
કર્કશ અવાજ ધરાવતાં હૉર્નને કારણે અવાજનું પ્રદૂષણ થાય છે એટલે આ નવો નિયમ બનાવવામાં આવી રહ્યો છે એમ જણાવીને નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘હું એક એવો કાયદો બનાવી રહ્યો છું જેમાં તમામ વાહનોનાં હૉર્ન ભારતીય મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર આધારિત હોય અને જેને સાંભળવાનો અવાજ સુખદ હોય. વાંસળી, તબલાં, હૉર્મોનિયમ અને વાયોલિન જેવાં ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ્સનો હૉર્નના અવાજ તરીકે ઉપયોગ થઈ શકશે.’

