પ્રવીણ કાસવાન નામના અધિકારીએ કૅપ્શનમાં લખ્યું છે, ‘શું આને કૌભાંડ કહી શકાય. વિડિયોમાં ઑફિસર પહેલાં ડોલની હાઇટ ચમચીની મદદથી બહારથી માપે છે
રેસ્ટોરાંમાં દાલ કૌભાંડ
તમને જો કોઈ રેસ્ટોરાંમાં એક નાનકડી ડોલ ભરીને દાળ આપે તો તમે ડરી જાઓ, પરંતુ ખરેખર એમાં એટલી દાળ હોઈ છે ખરી? તાજેતરમાં એક આઇએફએસ અધિકારીએ આવી જ એક નાનકડી ડોલ ભરેલી દાળને માપવાનો મજેદાર વિડિયો શૅર કર્યો છે. જેના પર લોકો ઘણી ચર્ચા કરી રહ્યા છે. પ્રવીણ કાસવાન નામના અધિકારીએ કૅપ્શનમાં લખ્યું છે, ‘શું આને કૌભાંડ કહી શકાય. વિડિયોમાં ઑફિસર પહેલાં ડોલની હાઇટ ચમચીની મદદથી બહારથી માપે છે. અને એના પર પોતાની આંગળી મૂકે છે. ત્યાર બાદ એ જ ચમચીને દાળમાં ડુબાડે છે, તો તેણે મૂકેલા આંગળીના માપ કરતાં એ અડધી જ હોય છે. અધિકારી આ રીતે કરવામાં આવેલી યુક્તિને કૌભાંડ ગણાવે છે, કારણ કે મેનુમાં લખ્યું હોય છે કે વન બકેટ દાલ, પરંતુ એમાં ખરેખર આટલી જ દાળ કે સાંભાર હોય છે. આ વિડિયો પર ઘણાં રીઍક્શન આવ્યાં છે. એક યુઝરે એને ‘એક ચમચી ભરીને દાળ’ એવું કહ્યું છે, તો અન્ય યુઝરે કહ્યું છે કે ‘તમને માત્ર દાળ વિશે જણાવવામાં આવ્યું છે. બકેટમાં કેટલી દાળ આપવામાં આવશે એના વિશે સ્પષ્ટતા નથી.’


