હજી થોડા સમય પહેલાં ઇન્ફોસિસના સહસંસ્થાપક નારાયણ મૂર્તિએ સફળ થવા માટે વીકમાં ૭૦ કલાક કામ કરવાની વાતના પ્રત્યાઘાત શમ્યા નથી ત્યાં માઇક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે કામના કલાકોને લઈને વળી નવું જ તિકડમ ચલાવ્યું છે.
બિલ ગેટ્સ
હજી થોડા સમય પહેલાં ઇન્ફોસિસના સહસંસ્થાપક નારાયણ મૂર્તિએ સફળ થવા માટે વીકમાં ૭૦ કલાક કામ કરવાની વાતના પ્રત્યાઘાત શમ્યા નથી ત્યાં માઇક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે કામના કલાકોને લઈને વળી નવું જ તિકડમ ચલાવ્યું છે. તેમનું કહેવું છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને કારણે ભવિષ્યમાં માણસોએ અઠવાડિયામાં ફક્ત ૩ દિવસ જ કામ કરવું પડે એવું બની શકે છે. કૉમેડિયન ત્રેવર નોઆના પૉડકાસ્ટમાં એક પ્રશ્નનો ઉત્તર આપતાં બિલ ગેટ્સે કહ્યું કે ‘હું જ્યારે માઇક્રોસૉફ્ટ કંપની ઊભી કરી રહ્યો હતો ત્યારે કામમાં અતિશય વ્યસ્ત રહેતો હતો, પરંતુ હવે એઆઇની ક્રાન્તિને પગલે લોકોએ અઠવાડિયામાં ત્રણ દિવસથી વધુ કામ કરવું નહીં પડે એવું મને લાગે છે, કારણ કે એઆઇની મદદથી અનેક રોજિંદાં કામ સરળતાથી અને ઝડપથી થઈ શકશે. જો એવો સમય આવે કે માણસોએ અઠવાડિયામાં ફક્ત ૩ દિવસ જ કામ કરવાનું હોય તો એમાં કાંઈ ખોટું નથી. જીવનનો હેતુ ફક્ત કામ કરતા રહેવાનો નથી.’
અલબત્ત, એઆઇની સાઇડ ઇફેક્ટ્સ પણ ખરાબ હોઈ શકે છે. એ વિશે બિલ ગેટ્સે કહ્યું કે ‘એઆઇ ક્રાન્તિને કારણે કોઈ એવી બહુ મોટી ઊથલપાથલ નહીં થાય. આ શોધ ઔદ્યોગિક ક્રાન્તિ જેટલી મોટી નથી. અલબત્ત આ ક્રાન્તિને પીસીની શોધ સાથે સરખાવી શકાય અને એની અસર એટલી જ હશે. હા, ડીપફેક, સિક્યૉરિટી, જૉબ માર્કેટમાં બદલાતી પરિસ્થિતિઓથી ડીલ કરતાં શીખવું પડશે.’


