તેઓ બ્રસેલ્સની ૨૦૦ માઇલ લાંબી ગટર-વ્યવસ્થાનો અભ્યાસ કરવા માગતા હતા, એનો ઇતિહાસ જાણવા માગતા હતા

બિલ ગેટ્સ ગટરમાં
દર વર્ષે ૧૯ નવેમ્બરે ‘વર્લ્ડ ટૉઇલેટ ડે’ સેલિબ્રેટ થાય છે. આપણા સૌ માટે તો આ દિવસનું એવું કોઈ ખાસ મહત્ત્વ નહોતું, પરંતુ માઇક્રોસૉફ્ટના જનક બિલ ગેટ્સ માટે આ એક ખાસ દિવસ હતો. એ દિવસે તેઓ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સના રસ્તા પરની એક ગટરમાં ઊતર્યા હતા. શા માટે? કારણ કે તેઓ બ્રસેલ્સની ૨૦૦ માઇલ લાંબી ગટર-વ્યવસ્થાનો અભ્યાસ કરવા માગતા હતા, એનો ઇતિહાસ જાણવા માગતા હતા. ગટર-વ્યવસ્થા વિશે અભ્યાસ કરવાના અનુભવ વિશે બિલ ગેટ્સ સોશ્યલ મીડિયા પર લખે છે, ‘મેં બ્રસેલ્સનું અન્ડરગ્રાઉન્ડ મ્યુઝિયમ જોયું. શહેરની વેસ્ટ વૉટર સિસ્ટમનો ઇતિહાસ ડૉક્યુમેન્ટ થવો જોઈએ. ૧૮૦૦ની સદીમાં શહેરનો કચરો સીન નદીમાં ડમ્પ થતો હતો, જેને કારણે કૉલેરાનો વાવર ફેલાયેલો. આજે ૨૦૦ માઇલની સીવેજ નેટવર્ક અને ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરનો કચરો પ્રોસેસ થઈ જાય છે.’
આટલા મોટા માણસ આવું કામ કરે એ જાણીને આપણને નવાઈ લાગે, પરંતુ સમજાય કે આ કારણસર જ આવા લોકો મહાન બનતા હોય છે. બિલ ગેટ્સ ગટરની અંદર ઊતર્યા એને લગતો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં આવ્યો છે અને વાઇરલ થયો છે. શું આપણા કોઈ ઉદ્યોગપતિને તમે આવું કામ કરતા કલ્પી શકો?

