Ambaji Temple Donation Theft: એક કર્મચારી અન્ય સ્ટાફ સાથે નોટોની ગણતરી કરી રહ્યો છે અને ખૂબ જ ચાલાકીથી નોટોનું એક બંડલ પોતાના પગ નીચે સંતાડી દે છે. કહેવાઈ રહ્યું છે કે આવું કરનાર કર્મચારી કોન્ટ્રેક્ટ પર સેવા આપતો હતો
વાઇરલ CCTV વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અયોધ્યા રામમંદિર દાનચોરી (Ambaji Temple Donation Theft)ના મામલાએ તો આખા દેશમાં ચકચાર મચાવી છે. હવે ગુજરાતના જાણીતા યાત્રાધામમાંથી પણ આવો જ કિસ્સો સામે આવતાં ભક્તોમાં રોષ ફેલાઈ ગયો છે. ગુજરાતના બનાસકાંઠામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની તિજોરીમાંથી ચોરીનો મામલો સામે આવ્યો છે. હાલમાં આ મંદિરનો એક જૂનો સીસીટીવી (CCTV) વીડિયો ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ફૂટેજને લઈને અંબાજી મંદિરમાં થયેલી દાનચોરીના મામલાએ દેશભરમાં ચર્ચા જગાવી છે.
શું વાયરલ વિડીયોમાં?
ADVERTISEMENT
CCTV footage shows a temple staff member hiding donation cash during the counting process at Gujarat`s Ambaji Temple on April 21.
— Mid Day (@mid_day) July 14, 2026
Three employees were arrested after ₹1.04 lakh was reported missing. Authorities have since tightened security. pic.twitter.com/rRzHlX3z0o
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મંદિર (Ambaji Temple Donation Theft)નો એક કર્મચારી અન્ય સ્ટાફ સાથે નોટોની ગણતરી કરી રહ્યો છે અને ખૂબ જ ચાલાકીથી નોટોનું એક બંડલ પોતાના પગ નીચે સંતાડી દે છે. કહેવાઈ રહ્યું છે કે આવું કરનાર કર્મચારી કોન્ટ્રેક્ટ પર સેવા આપતો હતો.
બાથરૂમના બહાને ચોરીનો પ્રયાસ; ખિસ્સામાંથી પડ્યા ₹1.04 લાખ
મળી રહેલા અપટેડ અનુસાર આ ઘટના પાંચમી મેના રોજ મંદિરના દાનપાત્ર કક્ષમાં બની (Ambaji Temple Donation Theft) હતી. તે વખતે ત્યાં દાનમાં આવેલી નોટોની ગણતરી ચાલી રહી હતી. ચિરાગ ઠાકોર નામનો કોન્ટ્રાક્ટ કર્મચારી અન્ય કર્મચારીઓ સાથે નોટો ગણી રહ્યો હતો. નોટો ગણતાં ગણતાં બહુ ચાલાકીપૂર્વક તેણે ₹500ની નોટોનું એક આખું બંડલ પહેલા પોતાના પગ નીચે સંતાડી દીધું હતું. ત્યારબાદ તે બંડલ પોતાના ખિસ્સામાં સરકાવીને ચિરાગ બાથરૂમ જઇ રહ્યો છે એવું બહાનું આપીને રૂમની બહાર નીકળી ગયો હતો. પરંતુ થાય છે એવું કે જેવો એ બહાર નીકળવા જાય છે ત્યાં જ તેના ખિસ્સામાંથી ₹1,04,000નું બંડલ નીચે પડી જાય છે. આ દૃશ્ય ત્યાં હાજર અન્ય કર્મચારીઓની નજરમાં આવે છે. ચોરી પકડાઈ જાય છે, અને અન્ય લોકો તરત જ તાત્કાલિક ઉપલા અધિકારીઓને આ અંગે ઇન્ફોર્મ કરે છે.
3 આરોપીઓને દબોચી લેવાયા: 5 દિવસના રિમાન્ડ મંજૂર
મંદિરમાંથી દાનચોરીનો આ ચોંકાવનારો વિડીયો (Ambaji Temple Donation Theft) સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને કલેક્ટરે કડક વલણ દાખવ્યું હતું. તેઓએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવાના આદેશ આપ્યા હતા. મંદિરના નાયબ કલેક્ટરની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર સહિત, તેને આ કૃત્યમાં સાથ આપનારા અન્ય બે જણ વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે ત્રણેય આરોપીઓ ચોરી કરવામાં સામેલ હતા. કોર્ટે આરોપીઓના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા અને પોલીસે ચોરીના બંડલમાંથી
₹500ની 208 નોટો જપ્ત
આ સમગ્ર મામલે અંબાજી મંદિર (Ambaji Temple Donation Theft) દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જૂનો છે. આ ઘટના બનતાની સાથે જ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્રણેય કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સામે ગુનો નોંધી તેમને સેવામાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં આ ત્રણેય આરોપીઓ જામીન પર બહાર છે.
