આ ધાતુ સોનું જ હશે એવું લાગતાં પોલીસે આ માહિતી કસ્ટમ્સ અધિકારીઓને પહોંચાડી હતી. ડૉક્ટરોની ટીમે આ તમામ લોકોના પેટમાંથી કુલ ૯ કૅપ્સ્યુલ કાઢી છે જેમાં સોનું હતું.
ચાર યુવકો દુબઈથી આવ્યા તેમનું અપહરણ થઈ ગયું, પોલીસે બચાવ્યા પછી તેમના પેટમાંથી સોનું નીકળ્યું
શુક્રવારે દુબઈ અને સાઉદી અરેબિયાથી પહેલાં મુંબઈ અને પછી મુંબઈથી દિલ્હી પહોંચેલા છ યુવકોનું અપહરણ થઈ ગયું હતું. વાત એમ હતી કે તમામ યુવક ટાંડા ગામના હતા અને તેઓ એક જ કારમાં ટાંડા જઈ રહ્યા હતા. એ જ વખતે તેમનું કાર સાથે અપહરણ થઈ ગયું હતું. કેટલાક બદમાશો તેમને મુરાદાબાદમાં દિલ્હી-લખનઉ હાઇવે પાસેના એક ફાર્મહાઉસમાં લઈ ગયા હતા. જોકે એ વખતે કારચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને તેણે નજીકના ગામવાસીઓને અને પોલીસને જાણ કરી હતી. પોલીસે એ બંગલાને ઘેરીને બંધકોને છોડાવી લીધા હતા. ચાર બંધકોની તબિયત નાજુક જણાતાં તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યાં એક્સ-રેમાં ખબર પડી હતી કે તેમના પેટમાં કોઈ ધાતુ છે. આ ધાતુ સોનું જ હશે એવું લાગતાં પોલીસે આ માહિતી કસ્ટમ્સ અધિકારીઓને પહોંચાડી હતી. ડૉક્ટરોની ટીમે આ તમામ લોકોના પેટમાંથી કુલ ૯ કૅપ્સ્યુલ કાઢી છે જેમાં સોનું હતું.


