દક્ષિણ મુંબઈમાં વાલકેશ્વરમાં આવેલા બાણગંગા તળાવની દીવાલનો દસથી ૧૫ ફુટ જેટલો ભાગ ગઈ કાલે વહેલી સવારે તૂટી પડ્યો હતો
બાણગંગા તળાવની દીવાલ તૂટી પડી
મુંબઈમાં હજી સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત પણ નથી થઈ ત્યારે દક્ષિણ મુંબઈમાં વાલકેશ્વરમાં આવેલા બાણગંગા તળાવની દીવાલનો દસથી ૧૫ ફુટ જેટલો ભાગ ગઈ કાલે વહેલી સવારે તૂટી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં તળાવને બૅરિકેડ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈને ઈજા નહોતી થઈ. તસવીર : અતુલ કાંબળે


